અજબ 'ફિંડલા'ના ગજબ ફાયદા! અનેક રોગોમાં રામબાણ ઈલાજ, કેન્સરની અકસીર દેશી દવા છે આ કાંટાળું ફળ

ભ્રાંતિ ઠાકર, અમદાવાદઃ  આજે માણસ પૈસા કમાવવાની રેસમાં સ્વાસ્થ્યને ઓછું પ્રાધાન્ય આપે છે. રોજ-બરોજ બહારનું ફાસ્ટ ફૂડએ આપણા શરીરને કેટલું નુકસાન પહોંચાડી રહ્યું છે તેનો આપણને હાલ અંદાજો પણ નથી. પરંતુ હજુ પણ ગુજરાતા ગામડાઓ પાસે એવા અમુલ્ય ફળ-ફળાદિ, વનસ્પતિ અને શાકભાજી છે જે તમારી આ ખર્ચાળ જીવનશૈલી સામે આયુષ્યવર્ધક અને પોકેટ ફ્રેન્ડ્લી સાબિત થાય. 

1/6
image

ગુજરાતના ગામડાઓ વિવિધતાથી ભરપૂર છે, આજે આપણે વાત કરીશું એક એવા ફળની જે કેન્સર જેવા મહારોગને પણ ડામવામાં ઉત્તમ સાબિત થયું છે. 

2/6
image

કાંટાળા થોર ઉપર થતું ફળ એટલે ફિંડલા જે  ડુંગરાળ વિસ્તારના ગામડામાં વધારે જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારમાં આ ફીંડલાને ડીંડલા પણ કહેવાય છે. આ ફળની આવક શિયાળામાં સૌથી વધુ થાય છે.

3/6
image

આ ફળ સૂકી આબોહવામાં થાય છે અને શરીર માટે ખુબ જ ગુણકારી છે.એક એવું ફળ જે અનેક રોગોનો રામબાણ ઇલાજ. ફિડલાનો રસ કેન્સર સહિતના અનેક મહારોગોમાં અક્સીર સાબિત થયો છે. 

4/6
image

ફિંડલા જેને અંગ્રેજીમાં પ્રિક્લિ (પ્રી+કીલી) પિઅરમાં કહેવાય છે જેમાં ન્યુટ્રીશન વેલ્યુ ભરપૂર માત્રામાં હોય છે તેમજ વિટામિન્સની કમી હોય તો તેનો પણ ઈલાજ આમાં છુપાયેલો છે. આ ફળ મેડિકલ તેમજ આર્યુર્વેદિક દવામાં ખુબ ઉપયોગી છે...    

5/6
image

હિમોગ્લોબિનની ઉણપ, લો કોલેસ્ટ્રોલ, મેદસ્વીતા, પેટના રોગો,  ડાયાબિટિસ તેમજ હદય રોગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ, લીવરની તકલીફ માટે તેનું સેવન બેસ્ટ ઓપ્શન છે.દર્દીઓને ખૂબ ટૂંકાગાળામાં ચમત્કારિક કહી શકાય એટલા ફાયદા થયા છે...   

6/6
image

લોહી વિકારની કોઈપણ બિમારી કેમ ન હોય આ ફીંડલાનાં પ્રયોગથી જડમૂળથી મટી શકે છે જે આજના મેડિકલ સાયન્સે પણ સ્વીકાર્યું છે