મુંબઈઃ લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી બાદ બોલીવુડ અભિનેતા સલમાન ખાનની સુરક્ષાને લઈને મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રની શિંદે સરકારે નિર્ણય લીધો છે કે મુંબઈ પોલીસ અભિનેતા સલમાન ખાનને વાઈ પ્લસ શ્રેણીનું સુરક્ષા કવર આપશે. બિશ્નોઈ ગેંગે કથિત રીતે સલમાન ખાન અને તેના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી હતી. નોંધનીય છે કે લોરેન્સ બિશ્નોઈ જેલમાં છે. બિશ્નોઈ ગેંગ પર આ વર્ષે મેમાં પંજાબી સિંગર સિદ્ધૂ મુસેવાલાની હત્યા કરવાનો આરોપ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોરેન્સ બિશ્નોઈએ થોડા વર્ષ પહેલા પણ જોધપુરમાં કોર્ટમાં સુનાવણી દરમિયાન સલમાન ખાનને ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે ખાને એક કાળા હરણનો શિકાર કરી બિશ્નોઈયોની ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી. તેનું કહેવું છે કે બિશ્નોઈ સમાજ કાળા હરણને પૂજે છે અને સલમાન ખાને તેની હત્યા કરી બિશ્નોઈ સમાજને ઉશ્કેર્યો હતો. 


હાલમાં સલમાન ખાનના પરિવારને ધમકી એક પેપર સ્લિપના રૂપમાં મળી હતી. કોઈ વ્યક્તિએ ધમકીભર્યો પત્ર તેના બેંચ પર છોડ્યો હતો, જ્યાં સલમાન ખાનના પિતા, લેખત સલીમ ખાન સવારે ત્યાં બેઠા હતા. આ ધમકી બાદ સલમાનને મુંબઈ પોલીસે સુરક્ષા ઉપલબ્ધ કરાવી હતી. પરંતુ હવે તેને મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા Y+ સુરક્ષા કવર પ્રદાન કરવામાં આવ્યું છે. 


આ પણ વાંચોઃ બોલ્ડ લુકમાં કાઉન્ટર પર ઉભીને પોપકોર્ન વેચવા લાગી અભિનેત્રી Janhvi Kapoor


સલમાન ખાન સિવાય અક્ષય કુમાર અને અનુપમ ખેરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. અક્ષયને એક્સ સુરક્ષા આપવામાં આવી છે અને તેની પાછળનું કારણ સોશિયલ મીડિયાથી નફરત અને તેની કેનેડાની રાષ્ટ્રીયતાને લઈને મળી રહેલી ધમકીઓ જણાવવામાં આવી રહી છે. અનુપમ ખેરને વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સની રિલીઝ બાદ જાનથી મારવાની ધમકી મળી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube