મુંબઈ : બોલિવૂડના ઇતિહાસને ચકાસવામાં આવે તો ખબર પડે છે કે એક સમયે સલમાન ખાન અને કેટરિના કૈફ એકબીજાની બહુ નજીક હતા. તેમના પ્રેમપ્રકરણની બોલિવૂડમાં ચારે તરફ ચર્ચા હતી. બોલિવૂડમાં લગભગ બધાને ખાતરી હતી કે તેમનો પ્રેમ ચોક્કસ લગ્નની વેદી સુધી પહોંચી જશે. જોકે આ સંબંધોમાં રણબીર કપૂરને લઈને ભારે વિવાદ ઉભો થયો હતો. લાંબા સમય પછી રણબીર અને કેટરિનાના સંબંધોને પણ અંત આવી ગયો હતો. જોકે આમ છતાં સલમાનના દુશ્મનોની યાદીમાં રણબીરનું નામ ટોચ પર છે. હવે રણબીર સાથે બદલો લેવા સલમાને માસ્ટર પ્લાન બનાવ્યો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રણવીરને હીરો તરીકે ચમકાવવા તેના પિતાએ આદિત્ય ચોપડાને આપ્યા હતા 10 લાખ રૂપિયા? આ છે હકીકત


મળતી માહિતી પ્રમાણે રણબીર લાંબા સમયથી તેની બહુચર્ચિત ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' ક્રિસમસ વખતે રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. જોકે હવે સલમાને માસ્ટર પ્લાન બનાવીને આ સમયે જ પોતાની સુપરહિટ 'દબંગ'ની સિરીઝ 'દબંગ 3' રિલીઝ કરવાનું નક્કી કરી લીધું છે. રણબીર લાંબા સમયથી  હિટ ફિલ્મની રાહ જોઈ રહ્યો છે પણ સામા પક્ષે એના પ્લાનિંગ પર પાણી ફેરવવા તૈયાર છે.


એક ચર્ચા પ્રમાણે સલમાન અને કેટરિનાએ પણ લગ્ન કરવાનો નિર્ધાર કરી લીધો હતો. જોકે 2009માં કેટરિનાની એક ફિલ્મને કારણે બંનેના સંબંધોમાં ભારે લોચો ઉભો થઈ ગયો હતો. 2009માં કેટરિના કૈફે બોલિવૂડના સેન્સેશન ગણાતા રણબીર કપૂર સાથે 'અજબ પ્રેમ કી ગજબ કહાની' નામની એક ફિલ્મ સાઇન કરી હતી. આ બંને જ્યારે શૂટ કરી રહ્યા હતા ત્યારે એકબીજાની બહુ નજીક આવી ગયા હતા. તેમની નિકટતા એટલી બધી વધી ગઈ હતી કે કેટરિનાના સલમાન સાથેના સંબંધો તુટી ગયા હતા. 


આ ફિલ્મની સફળતાને પગલે રણબીર અને કેટરિનાની નિકટતા વધી અને સલમાન સાથે તેનું બ્રેક-અપ થઈ ગયું. રણબીર અને કેટરિનાની જોડીએ પછી તો ‘રાજનીતિ’ અને ‘જગ્ગા જાસૂસ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું અને લિવ-ઇનમાં સાથે રહેવા લાગ્યા. કમનસીબે તેમનો સંબંધ પણ બહુ લાંબો ન ચાલ્યો. આ પછી એક દિવસ રણબીર અને કેટરિનાનું બ્રેક-અપ થઈ ગયું હતું.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...