આ હીરોઈનને લગાવવું પડતું હતું બ્રેસ્ટ પૈડ! હીરો, ડાયરેક્ટર, પ્રોડ્યુસર બધાને હતી આ વાતની ખબર....
સમીરાએ કહ્યું કે, મારે હંમેશા મારી બ્રેસ્ટ પર પેડ લગાવવું પડતું હતું. અને કહેવામાં આવતું હતું કે હું સર્જરી કરાવું. ઘણી વખત હું વિચારતી હતી કે શું મારે આ કરાવવું જોઈએ?, આ વિશે ખુલ્લીને બોલવામાં આવતું હતું, જો કે મેં કરાવી ન હતી. હું ભગવાનનો આભાર માનું છું કે મેં આવું ન કર્યું.
નવી દિલ્હીઃ સમીરા રેડ્ડી બોલિવુડથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. અનેક વાતો પર તે ખુલ્લીને પોતાના વિચારો રાખે છે. પછી તે સ્ટીરિયોટાઈપ હોય કે મા બન્યા પછીના પડકારો. ફિલ્મોમાં કામ કરવા માટે એક્સ્ટ્રેસને ઘણીવાર કોસ્ટમેટિવ સર્જરીની સલાહો મળતી રહેતી હોય છે, સમીરા રેડ્ડીને પણ આવી જ સલાહ મળી હતી. તેણે સ્વીકાર કર્યો કે તેને અનેક લોકોને સર્જરી કરાવવા માટે કહ્યું હતું પરંતુ તેણે તે કર્યું ન હતું.
દરેક લોકો કરાવે છે સર્જરી-
સમીરા છેલ્લે વર્ષ 2012માં ફિલ્મ ચક્રવ્યૂહમાં સ્પેશિયલ અપીયરેન્સ કરતી જોવા મળી હતી. ત્યારબાદ તે બોલિવુડથી દૂર જ થઈ ગઈ. એક ખાનગી સમાચાર પત્ર સાથેની વાતચીતમાં તેણે પ્લાસ્ટિક સર્જરી વિશે વાત કરી. તેને પણ સર્જરીની સલાહ આપવામાં આવી હતી. સમીરાએ કહ્યું કે, લગભગ 10 વર્ષ પહેલા મારી આસપાસ અનેક લોકો પ્લાસ્ટિક સર્જરી કરાવી રહ્યા હતા. લોકો બ્રેસ્ટની સર્જરી, નાકની બનાવટ અને હાડકાના સ્ટ્રક્ચરમાં બદલાવ કરાવતા હતા.
મળી હતી સર્જરીની સલાહ-
સમીરાએ કહ્યું કે, મારે હંમેશા મારી બ્રેસ્ટ પર પેડ લગાવવું પડતું હતું. અને કહેવામાં આવતું હતું કે હું સર્જરી કરાવું. ઘણી વખત હું વિચારતી હતી કે શું મારે આ કરાવવું જોઈએ?, આ વિશે ખુલ્લીને બોલવામાં આવતું હતું, જો કે મેં કરાવી ન હતી. હું ભગવાનનો આભાર માનું છું કે મેં આવું ન કર્યું.
લોકોની પોતાની પસંદ-
સમીરાએ પોતાના ઈન્ટરવ્યૂમાં આગળ કહ્યું કે, હવે આ મામલે મારા વિચારો ઘણા અલગ છે. એવા ઘણા લોકો છે જેમણે સર્જરી પસંદ કરી હતી અને તે તેમની પસંદગી હતી. જો તેઓ તેનાથી ખુશ છે, તો મારુ માનવું છે કે
જીવો અને જીવવા દો, આપણે કોણ છીએ તે નક્કી કરનારા?.
ફિલ્મોમાં કર્યા અનેક ગ્લેમરસ રોલ-
સમીરા રેડ્ડીએ વર્ષ 2002માં સોહેલ ખાન સાથેની ફિલ્મ 'મૈને દિલ તુઝકો દિયા'થી ડેબ્યૂ કર્યું હતું. તેના ગ્લેમરસ રોલને કારણે તેને 'સેક્સી સેમ'નું ટેગ મળ્યું હતું. તેણે
કેટલીક ફિલ્મો કરી પરંતુ તે ચાલી ન હતી. ત્યારબાદ તેણે ઈન્ડસ્ટ્રીઝ જ છોડી દીધી.