મુંબઈ : પ્રિયંકા ચોપરા 2 ડિસેમ્બરના દિવસે થનારા પોતાના અને નિક જોનાસના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે એક બીજા સમાચાર આવ્યા છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે પ્રિયંકા ચોપરા ડિસેમ્બરમાં થનારા ઈશા અંબાણી અને આનંદ પીરામલના 12 ડિસેમ્બરના દિવસે થનારા લગ્ન પહેલાની સંગીત સંધ્યામાં પરફોર્મ કરવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રણવીર સાથે લગ્ન કરતા જ દીપિકાને લાગી મોટી લોટરી, બીજી હિરોઇનો ઇર્ષામાં થશે લાલપીળી


[[{"fid":"190574","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ફિલ્મફેરના રિપોર્ટ મુજબ સંગીત સેરેમનીમાં ઘણાં પરફોર્મન્સ હશે જેમાંથી એક પ્રિયંકા ચોપરાનું પણ હોઈ શકે છે. ઈશા અને આનંદના લગ્ન 12 ડિસેમ્બર 2018ના રોજ થવાના છે. ઈટલીના લેક કોમોમાં ઈશા-આનંદની સગાઈ હતી હતી ત્યારે જબરજસ્ત પાર્ટી થઈ હતી. હવે માનવામાં આવે છે કે સંગીતની પણ જોરદાર પાર્ટી હશે જેમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ હાજર રહેશે. જોકે, હજુ સુધી આ મેરેજની બહુ ડિટેલ્સ સામે આવી નથી. 


Video : અર્જુનની હાલત થઈ સાપે છછુંદર ગળ્યા જેવી જ્યારે કરણે પૂછ્યો એક સવાલ


પ્રિયંકા પણ જલદી નિક સાથે જોધપુરમાં લગ્નના બંધનથી બંધાવાની છે. પ્રિયંકા અને નિકના લગ્ન 2 ડિસેમ્બર, 2018ના દિવસે છે પણ મહેંદી અને સંગીત જેવા ફંક્શન તો બે-ત્રણ દિવસ એડવાન્સમાં જ શરૂ થઈ જશે. Spotboye.comના રિપોર્ટ પ્રમાણે આ લગ્ન ત્રણ દિવસ ચાલશે જેમાં સંગીતનું ફંક્શન 29 નવેમ્બર અને મહેંદીનું ફંક્શન 30 નવેમ્બરે યોજવામાં આવશે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...