સુશાંતસિંહની એક્ટ્રેસે છોડ્યું મુંબઈ, જતા જતા લખી અત્યંત ભાવુક પોસ્ટ
બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના નિધનથી બોલિવુડમાં દરેક કોઈ શોકમાં છે. સુશાંતના નિધનના 18 દિવસ બાદ પણ તેના ચાહકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે, તે આપણી વચ્ચે રહ્યો નથી. સુશાંતે 14 જૂનના રોજ મુંબઈમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આવું તેઓએ કેમ કર્યું તેનો ખુલાસો કર્યો નથી. પણ તેઓ 6 મહિનાથી ડિપ્રેશનમાં હતા. મુંબઈ પોલીસ હજી આ મામલાની તપાસ કરી રહ્યાં છે.
ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના નિધનથી બોલિવુડમાં દરેક કોઈ શોકમાં છે. સુશાંતના નિધનના 18 દિવસ બાદ પણ તેના ચાહકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે, તે આપણી વચ્ચે રહ્યો નથી. સુશાંતે 14 જૂનના રોજ મુંબઈમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આવું તેઓએ કેમ કર્યું તેનો ખુલાસો કર્યો નથી. પણ તેઓ 6 મહિનાથી ડિપ્રેશનમાં હતા. મુંબઈ પોલીસ હજી આ મામલાની તપાસ કરી રહ્યાં છે.
અમદાવાદ : 9 માઈક્રો કન્ટેઈમેન્ટ દૂર કરાયા, પણ નવા 15 વિસ્તારો ઉમેરાયા
તો સુશાંતની અંતિમ ફિલ્મ દિલ બેચારા આ મહિને 24 જુલાઈના રોજ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેમની સાથે લીડ રોલમાં એક્ટ્રેસ સંજના સાંઘી નજર આવશે. જે સુશાંતના નિધનથી બહુ જ દુખી છે. કદાચ આ માટે જ તેણે મોટો નિર્ણય લીધો છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના માધ્યમથી પોતાના ફેન્સને જણાવ્યું છે કે, તે મુંબઈ છોડીને જઈ રહી છે, પરત ફરી શકે છે કે ન પણ ફરે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સંજનાની મુંબઈ પોલીસે લગભગ 9 કલાક પૂછપરછ કરી હતી. જે દરમિયાન તેણે સુશાંત સાથે જોડાયેલી અનેક બાબતો પોલીસને જણાવી હતી.
સુરત : કોરોના કેસમાં વિસ્ફોટ થવાની શરૂઆત, તાબડતોબ 1000 સ્ટાફની વ્યવસ્થા કરાઈ
સંજનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, ખુદા હાફીઝ, મુંબઈ. 4 મહિના બાદ તમારા દર્શન થયા. હું જઈ રહી છું દિલ્હી પરત. તમારા રસ્તા થોડા અલગ જેવા લાગ્યા, સુનસાન હતી, કદાચ મારા દિલમાં જે દુખ છે, મારા નજરિયાને બદલી રહ્યું છે. કે કદાચ હાલ હું થોડી દુખમાં છું. જલ્દી જ, કે પછી કદાચ નહિ. આ ઉપરાંત તેઓએ વીડિયોની સાથે એક પર્સનલ નોટ પણ શેર કરી છે. જે બહુ જ ભાવુક કરી દેનારી છે.
આ પર્સનલ નોટમાં તે લખે છે કે, આજકાલ, એક અલગ નજરિયાથી બધુ જોવાનો પ્રયાસ કરી રહી છું. વિચાર્યું કે તમારા બધા સાથે વાત કરી લઉં. આ સમયે દર્દ વધું છે. આ બધુ એકલા કરવું મુશ્કેલ છે. તો પછી પોતાની જાતને આ જિદમાંથી મુક્તિ આપી દઈએ. આ મુશ્કેલીને થોડી સરળ કરી દઉં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર