Sanjay Dutt In Hera Pheri 3: પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીની ફિલ્મ હેરાફેરી બોલીવુડની સૌથી સફળ કોમેડી ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મના ડાયલોગ આજે પણ લોકોને હસાવે છે. હવે આ સુપરહિટ ફ્રેન્ચાઇઝની ત્રીજી ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે. છેલ્લા ઘણા સમયથી હેરાફેરી 3 ચર્ચાનો વિષય બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


3 કરોડનું ઘર અને અનેક લક્ઝુરિયસ કારનો માલિક છે હની સિંહ, જાણો કેટલો અમીર છે રૈપર હની


રીના રોયની લવ લાઈફમાં હતા ફિલ્મ કરતાં પણ વધારે ટ્વિસ્ટ, જાણો તેના વિશે


પહેલા શાહરૂખ ખાનને નહીં આ એક્ટરને ઓફર થઈ હતી DDLJ, જાણો કોણ છે તે એક્ટર


Hera pheri 3 માં અક્ષય કુમાર સાથે સંજય દત્ત પણ જોવા મળશે. ચર્ચાઓ અનુસાર આ ફિલ્મમાં સંજય દત્ત એક ડોનના પાત્રમાં જોવા મળશે. એક મુલાકાત દરમિયાન સંજય દત્ત એ આ અંગે ખુલાસો કર્યો હતો. સંજય દત્ત તે જણાવ્યું હતું કે હેરાફેરી 3 માં તે એક ડોનના પાત્રમાં જોવા મળશે. 


સંજય દત્ત તે આ ફિલ્મ વિશે આગળ જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ જશે. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ સંજય દત્ત એ આ અંગે નિવેદન આપ્યું હતું કે તે ફિલ્મ હેરાફેરી થ્રી માં કામ કરી રહ્યો છે અને ટીમ સાથે કામ કરવાની તેને મજા આવી રહી છે. 


સંજય દત્તના આ ખુલાસા પછી ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે 2007માં આવેલી ફિલ્મ વેલકમમાં ફિરોઝ ખાને જે આરડીએક્સ ભાઈનું પાત્ર ભજવ્યું હતું તેવું જ પાત્ર સંજયદત હેરાફેરી 3 માં ભજવવા જઈ રહ્યો છે.