3 કરોડનું ઘર અને અનેક લક્ઝુરિયસ કારનો માલિક છે હની સિંહ, જાણો કેટલો અમીર છે રૈપર હની સિંહ

Honey Singh Net Worth: હની સિંહ પોતાની પ્રોફેશનલ લાઇફની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. પહેલી પત્ની સાથે પ્રેમ સંબંધ, પછી લગ્ન, ત્યાર પછી છુટાછેડા.. બધી વાતને લઈને તે ચર્ચામાં રહ્યો છે. હાલ હની સિંહ મોડેલ અને એક્ટ્રેસ ટીના થડાની સાથે રિલેશનશિપમાં છે. 

Trending Photos

3 કરોડનું ઘર અને અનેક લક્ઝુરિયસ કારનો માલિક છે હની સિંહ, જાણો કેટલો અમીર છે રૈપર હની સિંહ

Honey Singh Net Worth: યો યો હની સિંહ ઇન્ડસ્ટ્રીનું એ નામ છે જેની પાછળ લાખો લોકો પાગલ છે. તેણે ભારતમાં રૈપ મ્યુઝિકને અલગ જ લેવલ પર આગળ વધાર્યું છે. તેણે અંગ્રેજી પંજાબી અને હિન્દી ગીતમાં રૈપ એડ કરીને તેને વધારે લોકપ્રિય બનાવી દીધા છે. તેની લોકપ્રિયતા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે. હની સિંહનો જન્મ 15 માર્ચ 1983 ના રોજ દિલ્હીમાં થયો હતો. 

હની સિંહ પોતાની પ્રોફેશનલ લાઇફની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. પહેલી પત્ની સાથે પ્રેમ સંબંધ, પછી લગ્ન, ત્યાર પછી છુટાછેડા.. બધી વાતને લઈને તે ચર્ચામાં રહ્યો છે. હાલ હની સિંહ મોડેલ અને એક્ટ્રેસ ટીના થડાની સાથે રિલેશનશિપમાં છે. હની સિંહ કરોડપતિ કલાકારોમાંથી એક છે. 

આ પણ વાંચો:

હની સિંહના ગીતમાં જે લાઈફ સ્ટાઈલ જોવા મળે છે તેવી લાઈફ સ્ટાઈલ તે રીયલ લાઈફમાં જીવે છે. તેણે કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી છે. તેની પાસે કારનું કલેક્શન પણ જોરદાર છે. પંજાબ અને દિલ્હી એનસીઆરમાં તેમની પાસે પ્રોપર્ટી પણ છે. પંજાબમાં તેમનું એક ઘર છે જેની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે આ સિવાય દિલ્હીના પોશ વિસ્તારમાં તેનું અપાર્ટમેન્ટ પણ છે. 

હની સિંહને કાર ઉપરાંત ઘડિયાળનો પણ શોખ છે. તેની પાસે  Patek Philippe Nautilus વોચ કંપનીની મોંઘી ઘડિયાળ છે. આ કંપનીની ઘડિયાળની કિંમત 88 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની હોય છે. તેની પાસે કારનું કલેકશન પણ કરોડોનું છે. જેમાં ઓડી ક્યૂ 7, ઓડી આર 8, જૈગૂઆર, રોલ્સ રોયસ ફેંટમ 2, બીએમડબ્લ્યૂ સહિતની કારનો સમાવેશ થાય છે. જેની કીંમત 1 કરોડથી 2 કરોડ જેટલી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news