કરણીસેનાને ભણસાલીનો ખુલ્લો પત્ર: રાજપુત સમાજનું ગૌરવ વધારતી ફિલ્મ
આ ફિલ્મમાં રાજપુતોનાં ગૌરવવંતા ઇતિહાસનું ચિત્રણ કરવામાં આવ્યું છે જે જોઇ રાજપુતો ગર્વની અનુભુતી કરી શકશે
નવી દિલ્હી : સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત શરૂઆતથી જ કરણીસેનાનો વિરોધ સહન કરી રહી છે. હવે એવામાં વિવિધ સ્થળો પર સિનેમાઘરોને નુકસાન પહોંચાડવાની ધમકી વચ્ચે ભણસાલીએ કરણીસેનાને એક પત્ર લખ્યો છે. આ લેટરમાં ભણસાલીએ લખ્યું કે, અમે તમને અમારી ફિલ્મ પદ્માવત દેખાડીને તમારી તમામ વિભિષિકાઓ અને ગેરસમજણો દુર કરવાનો પ્રયાસ કર્યો હતો. અમારી ફિલ્મ રાજપુત સમાજ અને સન્માન તથા બહાદુરીને દેખાડે છે અને રાણી પદ્માવતીનું ચિત્રણ અમે સંપુર્ણ સન્માન કર્યું છે.
સંજય લીલા ભણસાલી દ્વારા લખવામાં આવેલા પત્રમાં લખવામાં આવ્યું છે, તમે જે વાત નો વિરોધ કરી રહ્યા છો(તમારો આરોપ હતો કે આ ફિલ્મમમાં અલાઉદ્દીન ખિલજી અને રાણી પદ્માવતીની વચ્ચે ડ્રીમ સીકવન્સ દેખાડવામાં આવી છે) તે આ ફિલ્મમાં છે જ નહી અને ન તો પહેલા પણ ક્યારે હતી. જે તમને લેખીતમાં 29 જાન્યુઆરી, 2917ના રોજ જયપુરમાં આપવામાં આવી ચુક્યું છે. તેમણે લખ્યું કે, આ સમગ્ર ફિલ્મ સમગ્ર રાજપુત સમાજનાં સન્માનનો અનુભવ કરાવશે. અમે તમને આમંત્રણ આપીએ છીએ કે તમે પોતાની જાત માટે અને આ ફિલ્મ જોયા બાદ ગર્વની અનુભુતી કરશો. આ ફિલ્મને શાંતિપુર્ણ રીતે રિલીઝ થવા દેવામાં અમારી મદદ કરો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે જ ગુજરાતનાં મલ્ટીપ્લેક્સ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તે ગુજરાતનાં કોઇ પણ થિયેટરમાં ફિલ્મ રિલીઝ નહી કરે. તે ઉપરાંત અન્ય ઘણા રાજ્યોમાં પણ તેનો વિરોધ થઇ રહ્યો છે.