ચગદાયેલા મૃતદેહો, લાશ ઉપર લાશો, તૂટેલા ચપ્પલ...હાથરસમાં અકસ્માતનું ભયાનક મંજર, જુઓ Photos

Hathras Stampede News: યુપીના હાથરસના રતિભાનપુરમાં ભોલે બાબાના સત્સંગના સમાપન દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં અનેક લોકોના મોત થયાની માહિતી સામે આવી રહી છે. આમાં 107થી વધુ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે.

એટાની હોસ્પિટલમાં પહોંચ્યા 27 મૃતદેહો

1/7
image

એટાના સીએમઓ ડોક્ટર ઉમેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે 27 ડેડ બોડી આવી છે. જેમાંથી 25 મહિલાઓ છે અને 2 પુરુષ છે. જ્યારે ભાગદોડમાં ઘાયલ થયેલા 15 મહિલાઓ અને બાળકોને એટા મેડિકલ કોલેજમાં ભરતી કરવામાં આવ્યા છે.

ભોલે બાબાના સત્સંગ દરમિયાન બની ઘટના

2/7
image

ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હાથરસ જિલ્લાના સિકંદરરાવ વિસ્તારના રતિભાનપુરમાં ભોલે બાબાનો સત્સંગ સમારોહ ચાલી રહ્યો હતો. તે દરમિયાન નાસભાગ મચી જવાથી આ દર્દનાક ઘટના બની. જેમાં અનેક લોકોના મોત થયા છે.

બહાર નિકળવાની જલ્દીમાં મચી ભાગદોડ

3/7
image

મળતી માહિતી પ્રમાણે રતિભાનપુરમાં ભોલે બાબાના પ્રવચન દરમિયાન કાળઝાળ ગરમીના કારણે ઘણા ભક્તો બેહોશ થઈ ગયા. ત્યારબાદ સત્સંગ સમાપન દરમિયાન લોકો ગરમીના કારણે જલ્દી જલ્દીમાં લોકો ભાગવા લાગ્યા હતા અને જોતજોતામાં ભાગદોડ મચી ગઈ હતી.  

સૌથી વધુ વૃદ્ધ મહિલાઓના મોત

4/7
image

પંડાલમાંથી જલ્દી બહાર નીકળવાની હોડમાં લોકો એક-બીજાને ધક્કા મારીને આગળ નીકળવા લાગ્યા હતા, જેના કારણે ત્યાં સ્થિતિ કથળી હતી અને ભાગદોડ મચી ગઈ. જેના કારણે ઘણા ભક્ત ખાસ કરીને વૃદ્ધ મહિલાઓ નીચે પડી ગઈ હતી અને દબાઈ ગઈ હતી. શ્વાસ રૂંઘાવવાના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

ઘાયલોને હોસ્પિટલોમાં કરાવ્યા ભરતી

5/7
image

ઘટનાની સૂચના મળતા જ હાથરસ પોલીસ પ્રશાસન તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યું હતું. ત્યારબાદ ઘાયલ લોકોને આસપાસની સરકારી હોસ્પિટલોમાં ભરતી કરાવામાં આવ્યા. ઘટના બાદ ત્યાંનું મંજર દર્દનાક હતું. ચારેબાજુ લોકોની લાશો પડી હતી. ચંપલો અને બૂટના ઢગલા જોવા મળ્યા હતા.

સીએમ યોગીએ લીધી આ ઘટનાની નોંધ

6/7
image

સીએમ યોગી આદિત્યનાથે હાથરસ ભાગદોડ ઘટનાની નોંધ લેતા મૃતકો પ્રતિ સંવેદના વ્યક્ત કરી. તેમણે અધિકારીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચીને ઘાયલ લોકોની સારવારની વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે રાહત કાર્ય ઝડપી બનાવવા નિર્દેશ કર્યો છે.

ઉચ્ચસ્તરીય સમિતિની રચનાની જાહેરાત

7/7
image

સીએમ યોગીએ હાથરસની ઘટનાની તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિ રચવાની જાહેરાત કરી છે. આ કમિટીમાં ADG આગરા અને કમિશ્નર અલીગઢ સામેલ છે. બન્ને અધિકારી આ ઘટનાના કારણોની તપાસ કરીને સરકારને રિપોર્ટ સોંપશે ત્યારબાદ આ પ્રકારની ઘટનાઓને ટાળી શકાય.