નવી દિલ્હી: સાન્યા મલ્હોત્રા ‘દંગલ’ બાદ જે નિર્દેશનક વિશાલ ભારદ્વાજની ‘પટાખા’માં ખુબ દેશી અંદાજમાં જોવા મળી હતી. તે હવે ટૂંક સમયમાં ‘બધાઇ હો’માં ખુબ અલગ અંદાજમાં જોવા મળશે. બોલીવુડમાં ચાલતી ‘નેપોટિઝ્મ’ (પરિવારવાદ)ની ચર્ચા વચ્ચે સાન્યા એવી એક્ટ્રેસ છે, જે ઇન્ડસ્ટ્રીની બહારથી હોવા છતાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીના રંગમાં રંગાઇ ગઇ છે. સાન્યાની પહેલી ફિલ્મ આમિર ખાનની સાથે હતી અને આ દરેક નવા કલાકારનું સપનું હોય છે. પરંતુ સાન્યાનું કહવું છે કે દરેક નવા અભિનેતાની જેમ તેને પણ તેની પહેલી ફિલ્મ ‘દંગલ’થી આશા હતી પરંતુ તેણે આ વિચાર્યુ ન હતું કે આ ફિલ્મ તેના કરિયરને બદલી નાખશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચવા માટે ક્લિક કરો: #MeToo મામલે લતા મંગેશકરે આપ્યું મોટું નિવેદન, કહ્યું કે...


સાન્યાએ ન્યૂઝ એજન્સી ભાષાથી વાત કરતા કહ્યું હતું કે, ‘દંગલ’ માટે મને જે પ્રતિક્રિયાઓ મળી તે ખુબ સારી હતી. મને આવી આશા ન હતી. મને લાગી રહ્યું હતું કે મારે ઓડિશનના ઘણા રાઉન્ડ પાર કરવા પડશે. મને નહોતી ખબર કે માત્ર એક ફિલ્મથી મારા કરિયરમાં ઘણો ફેરફાર આવશે. ‘દંગલ’ને રિલીઝ થયાના ત્રણ દિવસ પછી મને રિતેશ બત્રાએ ‘ફોટોગ્રાફ’ માટે ફોન કર્યો હતો. તે મારી બીજી ફિલ્મ થવાની હતી પરંતુ તે પહેલા જ ‘પટાખા’ રિલીઝ થઇ ગઇ હતી.


વાંચવા માટે ક્લિક કરો: #MeToo : હવે ચિત્રાંગદા સિંહે શારીરિક શોષણ મામલે ફોડ્યો નવો બોંબ


તમને જણાવી દઇએ કે ફિલ્મ દંગલમાં સાન્યા બબીતા ફોગાટનો રોલ અદા કરી રહી હતી. ‘બધાઇ હો’ પહેલા સાન્યાએ રિતેશ બત્રાની ‘ફોટોગ્રાફ’ માટે કામ કર્યું હતું. તેણે કહ્યું કે બત્રાની ગંભીર ફિલ્મ બાદ ડ્રામા-કોમેડી કરવાનો પડકાર પૂર્ણ કર્યો હતો. ‘બધાઇ હો’ જે પહેલા શુક્રવારે રિલીઝ થવાની હતી તે હવે ગુરૂવારે રિલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં સાનયા આયુષ્માન ખુરાનાની સાથે કોમેડી કરતી જોવા મળશે.


બોલીવુડના વધુ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...