દહેરાદુન : ફિલ્મ અભિનેત્રી સારા અલી ખાન માતા અમૃતા સિંહ સાથે પોતાના મામાની શોકસભામાં શામેલ થવા માટે દહેરાદુન પહોંચી છે. શોકસભામાં હાજરી આપ્યા પછી તે દેહરાદુનના થાણા ક્લેમેંટ ટાઉન પહોંચી હતી. સારા અને અમૃતાએ પોલીસમાં ફરિયાદ કરી છે સારાના મામા દહેરાદુનમાં એકલા રહેતા હતા અને અહીં તેમની કરોડોની રૂપિયાની જમીન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સારા અને અમૃતાને ડર છે કે તેમની આ ખાલી જમીન પર ભૂ માફિયાઓ કબજો કરી શકે છે. સારા અને અમૃતાએ પોલીસને અરજી કરી છે કે આ પ્રોપર્ટીને ભૂ માફિયાથી બચાવવામાં આવે. 


PM મોદી પર છાયો ‘ઉરી’નો જાદુ, ફિલ્મ સેલિબ્રિટીઓને પૂછ્યું- How's the Josh?


અમૃતા સિંહના ભાઈ મધુસુદન બિમલનું શનિવારે સવારે કેન્સરના કારણે ક્લેમેંટ ટાઉન ખાતે આવેલા નિવાસમાં દેહાંત થઈ ગયું હતું. તેમની અંતિમ ક્રિયામાં શામેલ થવા માટે સારા અને અમૃતા દહેરાદુન પહોંચ્યા હતા. આ પછી તેમણે પોલીસને અરજી કરવાનો નિર્ણય લીધો હતો. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...