મુંબઈ : સારા અલી ખાનની ઇચ્છા હવે પુરી થવાની તૈયારીમાં છે. હવે સારાને ફિલ્મી પડદે કાર્તિક આર્યનને ડેટ કરવાની તક મળી છે. ‘કોફી વિથ કરણ 6’માં સારા અલી ખાને પોતાના પિતા સૈફની હાજરીમાં કહ્યું હતું કે તે કાર્તિક આર્યનને ડેટ કરવા ઈચ્છે છે. સારાની આ કબૂલાત બાદ ફેન્સ પર સારા અને કાર્તિકને સાથે જોવા ઈચ્છે છે. વચ્ચે એવી પણ ખબર આવી હતી કે બંને 'બાગી 3'માં સાથે કામ કરવાના છે. જોકે સારાએ આ વાતનો ઇનકાર કરી દીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલિવૂડે પાઠ ભણવા જોઈએ આ Hollywood Star પાસેથી, 700 કરોડ રૂ. દાન કરી દીધા 'આ' કામ માટે 


હવે સમાચાર આવ્યા છે 2009માં આવેલી સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણની 'લવ આજ કલ'નો બીજો ભાગ બનવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. ફિલ્મફેર વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલી ખાને જણાવ્યું છે કે અમારી ટીમ ફિલ્મ લવ આજ કલ 2 પર કામ કરી રહી છે. આ ફિલ્મની લીડ જોડી તરીકે કાર્તિક આર્યન અને સારા અલી ખાનને સાઈન કરવાનું પ્લાનિંગ છે. ચર્ચા છે કે બહુ જલ્દી આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...