Video : સૈફ-કરીનાના લગ્ન વખતે કેવું હતું અમૃતાનું વર્તન? સારાએ કર્યો માતા વિશે ખુલાસો
હાલમાં કોફી વિથ કરણમાં સૈફ અને સારા સાથે જોવા મળ્યા છે
નવી દિલ્હી : સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન બહુ જલ્દી બોલિવૂડમાં પોતાની પહેલી ફિલ્મ 'કેદારનાથ'થી એન્ટ્રી લઈ રહી છે. તે આ ફિલ્મ માટે પ્રમોશનમાં લાગેલી છે. સારા અલીની ‘કેદારનાથ’ ફિલ્મ દ્વારા બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મ 7મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. એમાં તેનો હિરો સુશાંત સિંહ રાજપૂત છે.
આ પ્રમોશનના ભાગરૂપે જ કરણ જોહરના લોકપ્રિય ચેટ શો ‘કોફી વિથ કરન’માં પ્રથમવાર પિતા-દીકરી એટલે કે સૈફ અલી ખાન અને સારાની જોડી જોવા મળી હતી. શોમાં સારા અને સૈફએ પોતાના જીવનના ઘણા સિક્રેટ્સ જાહેર કર્યા હતા. આ સમયે સૈફની પૂર્વ પત્ની અમૃતા સિંહ અંગે પણ વાત થઈ હતી. સારાએ જણાવ્યું હતું કે, પિતાના બીજા લગ્નમાં સામેલ થવા માટે તેને તેની માતાએ જ તૈયાર કરીને મોકલી હતી. સારાએ કહ્યું કે,"મારી માતાએ મને પિતાના લગ્નમાં મોકલતા મને કહ્યું, એન્જોય કરો અને પોતાના પિતા માટે ત્યાં રહો."
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...