નવી દિલ્હીઃ Sara Ali Khan Video: સારા અલી ખાન જાણીતી અભિનેત્રી છે જેથી તેના ચાહકોની સંખ્યા પણ વધારે છે. સારાના ફેન્સ તેની એક ઝલક જોવા માટે આતૂર હોય છે. પરંતુ આજે જ્યારે સારા એરપોર્ટ પહોંચી તો ફેન્સ બેકાબૂ બની ગયા. તેની સાથે હાથ મિલાવવા લાગ્યા. પરંતુ હદ ત્યારે થઈ ગઈ જ્યારે તેને કોઈએ ખોટી રીતે ટચ કરી. આ જોઈને પહેલા તો સારા ચોંકી ગઈ હતી. પરંતુ આ વચ્ચે સારાએ ગુસ્સે કર્યો નહીં અને તે જેમતેમ એરપોર્ટની બહાર નિકળી પોતાની ગાડી સુધી પહોંચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરપોર્ટ પર ફસાઈ સારા
સારા અલી ખાન આજે મુંબઈ એરપોર્ટ પર પહોંચી જ્યાં તે હંમેશાની જેમ શાનદાર લુકમાં જોવા મળી. વ્હાઇટ સૂટ પ ગુલાબી દુપટ્ટાની સાથે સારા સુંદર લાગી રહી હતી. પરંતુ જ્યારે લોકોની નજર ગઈ તો તેની તરફ દોડી પડ્યા. સારા પણ આ જોઈને ગભરાઈ ગઈ પરંતુ તેણે ખુદને સંભાળી. ફેન્સે સેલ્ફી માંગી તો તેણે સેલ્ફી પણ આપી, હાથ મિલાવ્યો હતો. પરંતુ આ દરમિયાન એક મહિલાએ સારાના ગળામાં ખોટી રીતે હાથ લગાવ્યો ત્યારબાદ અભિનેત્રી ચોંકી ગઈ હતી. 



આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો લોકો પણ તેને જોઈ વિચારમાં પડી ગયા હતા. હવે યૂઝર્સ પણ આવા લોકોને ટ્રોલ કરી રહ્યાં છે. સાથે સારાની શાંત રહીને પરિસ્થિતિ સંભાળવા માટે પ્રશંસા કરી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ ફેબ્રુઆરીમાં 'શેહઝાદા'થી લઈને 'સેલ્ફી' સુધી આ 8 ફિલ્મો થશે રિલીઝ


કરીના સાથે પણ આવું થયું હતું
થોડા મહિના પહેલા કરીના કપૂર જ્યારે એરપોર્ટ પર પહોંચી તો તેની સાથે આવું કંઈક થયું જ્યારે ભીડમાંથી કોઈએ તેનું પર્સ છીનવવાનો પ્રયાસ કર્યો હતો. તો દીપિકા પણ આવી ભીડનો શિકાર બની ચુકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube