નવી દિલ્હી : કોફી વિથ કરણ સીઝન 6ના આગામી એપિસોડમાં ગેસ્ટ બાપ-દીકરીની જોડી સૈફ અલી ખાન અને સારા અલી ખાન છે. સ્ટાર વર્લ્ડે આ એપિસોડનો પ્રોમો રિલીઝ કરી દીધો છે. પ્રોમો મુજબ સૈફ અલી ખાન જણાવી રહ્યો છે કે તે સારાના બોયફ્રેન્ડને શું સવાલો પૂછશે.  આ શોમાં સારાએ પોતાની પર્સનલ લાઇફ વિશે અનેક ખુલાસા કર્યા છે. આ એપિસોડ બહુ જલ્દી પ્રસારિત કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેક કોમોમાં શરૂ થઈ દીપિકા-રણવીરના લગ્નની તૈયારી, ડેકોરેશનની તસવીરો આવી સામે


સ્ટાર વર્લ્ડ દ્વારા રિલીઝ કરાયેલી પ્રોમો મુજબ સારી અલી ખાનના પિતા સૈફ અલી ખાન આગળ કહે છે કે તે રણબીર કપૂર સાથે લગ્ન કરવા ઈચ્છે છે. જોકે તે રણબીરને ડેટ કરવા નથી ઈચ્છતી. પ્રોમો મુજબ સારા કહે છે કે તે કાર્તિક આર્યનને ડેટ કરવા ઈચ્છે છે. તેના પર સૈફ અલી ખાન કહે છે કે શું તેની પાસે પૈસા છે? જો હોય તો તે તને લઈ જઈ શકે છે. સારા કહે છે કે તમારે આ કહેવું બંધ કરી દેવું જોઈએ.


બોલિવૂડના તમામ સમાચાર જાણવા માટે કરો ક્લિક...