આખું ગામ કરતું રહ્યું સારા તેની મમ્મીને છોડીને અલગ રહેવા ગઈ હોવાની ચર્ચા પણ...
સૈફ અલી ખાન અને સારા અલી ખાનની બે ફિલ્મો કેદારનાથ અને સિમ્બાને સારી એવી સફળતા મળી છે
મુંબઈ : સૈફ અલી ખાન અને સારા અલી ખાનની બે ફિલ્મો કેદારનાથ અને સિમ્બાને સારી એવી સફળતા મળી છે. આ સફળતાને પગલે સારાએ પોતાના પર્સનલ લાઇફમાં પણ મોટો નિર્ણય લીધો હોવાના સમાચાર આવ્યા હતા. ચર્ચા હતી કે સારાએ તેની માતાનું ઘર છોડી દીધું છે અને તે એકલી રહેવા ચાલી ગઈ છે. સારાએ પોતાના નવા ઘરનો ફોટો શેર કરતા એક પોસ્ટ એવી પણ લખી હતી કે, નવી શરૂઆત. આ ફોટા બાદ એ વાત ચોક્કસ હતી કે, સારા પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ રહી છે. જોકે હવે આ સમગ્ર ઘટનાક્રમની હકીકત સામે આવી છે.
સાચી વાત તો એ છે કે આ તમામ વસ્તુ અને ફોટા એક જાહેરાત માટે લેવામાં આવ્યા હતા. બોમ્બે ટાઈમ્સ અખબારે આ વાત કન્ફર્મ કરતા કહ્યું છે કે સારા માતા અમૃતાસિંહનું ઘર છોડીને ગઈ નથી અને તેનો એવો કોઈ પ્લાન નથી.
રવીનાએ કરી એવી જાહેરાત કે મન થઈ જશે સલામ કરવાનું
સારાની કરિયર પણ પુરપાટ દોડી રહી છે. નોંધનીય છે કે રેમો ડિસોઝાની ડાન્સ ફિલ્મ ‘એબીસીડી 3’માં વરુણ ધવન સાથે કેટરીના કૈફ જોવા મળવાની હતી, પરંતુ ફિલ્મ ‘ભારત’ના શૂટિંગ માટે તેણે આ ફિલ્મ છોડી દીધી. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મના મેકર્સ દ્વારા કેટરીના દ્રારા ફિલ્મ છોડ્યા પછી જેકલીન ફર્નાંડિસ, કૃતિ સેનન અને શ્રદ્ધા કપૂર જેવી એક્ટ્રેસના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો હતો. હવે જાણવા મળી રહ્યું છે કે વરુણ સાથે સારા અલી ખાનને કાસ્ટ કરવામાં આવી રહી છે. ભારતની સૌથી મોટી ડાન્સ ફિલ્મમાં નિર્માતા પ્રભુદેવ સિવાય, ધર્મેન્દ્ર યેલાંડે, રાઘવ જુયાલ અને પુનીત પાઠક પણ છે.