Actress Vaibhavi Upadhyaya: ટીવીના પ્રખ્યાત કોમેડી શો સારાભાઈ વર્સીસ સારાભાઈ 2 માં પાત્ર ભજવતી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં મોત થયું છે. 32 વર્ષીય વૈભવી ઉપાધ્યાયની કારની હિમાચલ પ્રદેશમાં અકસ્માત નડ્યો હતો. તેમનો પરિવાર ચંદીગઢમાં રહે છે જેવો તેના મૃતદેહને મુંબઈ લાવશે. વૈભવી ઉપાધ્યાયના અંતિમ સંસ્કાર મુંબઈમાં આજે થશે. ટીવી ઇન્ડસ્ટ્રી માટે હાલ સમય ખરાબ ચાલી રહ્યો છે. ત્રણ દિવસ પહેલા જ યુવા એક્ટર આદિત્ય સિંહ રાજપુત નું શંકાસ્પદ હાલતમાં મોત થયું અને ત્યારબાદ વૈભવી ઉપાધ્યાયને કાર અકસ્માત નડ્યો જેમાં તેનું પણ મોત થયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


એક્ટર આદિત્ય સિંહ રાજપૂતની બાથરૂમમાંથી મળી લાશ, ડ્રગ્સના ઓવરડોઝથી મોત?


Pregnant TV Couples: આ વર્ષે કોના કોના ઘરે બંધાયું પારણું? જાણો લીસ્ટ લાંબુ છે


Cannes માં મૌની રોયનો સુપર હોટ લુક જોઈને ફિદા થયા ફેન્સ, જુઓ તસવીરો


વૈભવી ઉપાધ્યાયના નિધનના સમાચારથી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વૈભવીના નિધનના સમાચારની પુષ્ટિ તેની સાથે કામ કરી ચૂકેલા પ્રોડ્યુસર એક્ટર જેડી મજીઠીયા એ કરી હતી. જેડી મજીઠીયા જણાવ્યું હતું કે વૈભવી ઉપાધ્યાયની કાર ટર્ન લેતી વખતે ખાડીમાં પડી ગઈ. જેના કારણે અભિનેત્રીનું મોત થયું જ્યારે તેમની સાથે કારમાં સવાર તેમના મંગેતરની હાલત ગંભીર છે. 


મહત્વનું છે કે વૈભવી ઉપાધ્યાય એ પણ પોતાના ઈંસ્ટાગ્રામ પર જે છેલ્લી પોસ્ટ કરી હતી તેમાં તેણે હિમાચલ પ્રદેશના સુંદર લોકેશન નું એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં નદી, પર્વત અને બુદ્ધિષ્ટ મોનેસ્ટ્રી જોઈ શકાય છે. 


 




મહત્વનું છે કે વૈભવી ઉપાધ્યાય ટીવી શો સારાભાઈ વર્સીસ સારાભાઈ 2 ઉપરાંત ક્યા કસુર હે અમલા કા, પ્લીઝ ફાઈન્ડ એટેચડ વેબ સીરીઝ અને ફિલ્મ છપાકમાં જોવા મળી હતી. વૈભવી ગુજરાતી થિયેટર સર્કિટમાં પણ જાણીતું નામ છે.