એક્ટર આદિત્ય સિંહ રાજપૂતની બાથરૂમમાંથી મળી લાશ, ડ્રગ્સના ઓવરડોઝથી મોત?

Aditya Singh Rajput ને લઇને શોકિંગ સમાચાર છે. અભિનેતાનું રહસ્યમય રીતે મૃત્યુ થયું છે. આદિત્યની લાશ તેના બાથરૂમમાંથી મળી આવી હતી. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે. આ સમાચારે સિનેમા જગતને હચમચાવી દીધું છે.

એક્ટર આદિત્ય સિંહ રાજપૂતની બાથરૂમમાંથી મળી લાશ, ડ્રગ્સના ઓવરડોઝથી મોત?

Aditya Singh Rajput died: જાણીતા એક્ટર, મોડલ અને કાસ્ટિંગ ડિરેક્ટર આદિત્ય સિંહ રાજપૂતનું રહસ્યમય રીતે મોત થયું છે. સોમવારે બપોરે અંધેરીના ઘરના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આદિત્યના મિત્રએ તેને બિલ્ડિંગના 11મા માળે સ્થિત ઘરમાં મૃત અવસ્થામાં જોયો હતો. આ પછી, મિત્ર અને બિલ્ડિંગના ચોકીદાર તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં અભિનેતાને મૃત જાહેર કરવામાં આવ્યો.

જાણીતા એક્ટર, મોડલ અને કાસ્ટિંગ ડિરેક્ટર આદિત્ય સિંહ રાજપૂતનું રહસ્યમય રીતે મૃત્યુ થયું છે. સૂત્રોનું કહેવું છે કે અભિનેતાના મૃત્યુ પાછળ ડ્રગ્સનો ઓવરડોઝ હોઈ શકે છે.

કોણ હતા આદિત્ય સિંહ રાજપૂત?
આદિત્ય સિંહ રાજપૂતની ઈન્ડસ્ટ્રીમાં સારી ઓળખ છે. તેના ઘણા લોકો સાથે સંબંધો હતા. તેણે પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. થોડા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યા પછી, તેણે પોતાની બ્રાન્ડ પોપ કલ્ચર શરૂ કરી હતી. આ બ્રાન્ડ હેઠળ તે કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરતો હતો. તેણે ઇન્ડસ્ટ્રીમાં ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓને લોન્ચ કર્યા હતા.

અભિનેતાના આકસ્મિક અવસાનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો આંચકો લાગ્યો છે. ગઈકાલ સુધી પાર્ટી કરતો અને હસતો આદિત્ય આજે આ દુનિયામાં નથી એ માનવું કોઈ માટે મુશ્કેલ છે. દિલ્હીના રહેવાસી આદિત્ય સિંહ રાજપૂતની મૉડલિંગમાં શાનદાર કારકિર્દી હતી. તેણે 'ક્રાંતિવીર' અને 'મૈંને ગાંધી કો નહીં મારા' નામની ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તે ટીવી પર લગભગ 300 જાહેરાતોમાં જોવા મળ્યો હતો. તે ટીવી રિયાલિટી શો સ્પ્લિટ્સવિલામાં પણ જોવા મળ્યો હતો.

મહિલાઓ માટે નોકરીના છે આ 5 શ્રેષ્ઠ વિકલ્પ, સારા પગાર સાથે આ રહે છે જબરદસ્ત ડિમાન્ડ
Numerology દ્રારા જાણો તમારું બાળક તિસ્માર ખાં છે કે નહી? કયા ક્ષેત્રમાં ગાડશે ઝંડા
Rozgar Mela: ગુજરાતમાં ના કામવાળી મળે છે ના તો પટાવાળા, ક્યાં છે બેરોજગારી?
બ્રહ્મચર્યનું પાલન નથી કરતા અધોરી સાધુ-સંતો, લગ્ન કર્યા વિના બાંધે છે શારિરીક સંબંધ!

ગ્લેમરની દુનિયામાં હતી એક ખાસ ઓળખ
આદિત્યએ વેબ સિરીઝ 'ગંદી બાત'માં પણ કામ કર્યું હતું. આદિત્ય સિંહ રાજપૂત લાંબા સમયથી એક પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા હતા. તે કાસ્ટિંગના કામ પર વધુ ધ્યાન આપતો હતો. મુંબઈની ગ્લેમર સર્કિટમાં આદિત્યની ખાસ ઓળખ હતી. તે ઘણીવાર પાર્ટીઓ અને પેજ 3 ઈવેન્ટ્સમાં જોવા મળતો હતો.

આદિત્ય સિંહ રાજપૂતે 17 વર્ષની ઉંમરે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અભિનેતાનો જન્મ અને ઉછેર દિલ્હીમાં થયો હતો. જોકે તેનો પરિવાર ઉત્તરાખંડનો હતો. તેના ઘરમાં તેના માતા-પિતા સાથે તેની એક મોટી બહેન છે, જે લગ્ન પછી યુએસએ શિફ્ટ થઈ ગઈ છે. શાળા પૂર્ણ કર્યા પછી, આદિત્યએ ઘણી પરીક્ષાઓ આપી હતી, પરંતુ નસીબ પાસે કંઈક બીજું હતું. આવી સ્થિતિમાં તેણે મુંબઈ આવીને પોતાની કારકિર્દી બનાવી. તેણે ફિલ્મો અને જાહેરાતો તેમજ ટીવી શો CIA (CAMBALA Investigation Agencys)માં કામ કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news