નવી દિલ્હીઃ અભિનેતા રણદીપ હુડ્ડા અને એશ્વર્યા રાય બચ્ચન  (Aishwarya Rai Bachchan)ની ફિલ્મ સરબજીતમાં અભિનય કરનાર અભિનેતા રંજન સહગલ હવે આપણી વચ્ચે રહ્યાં નથી. રંજન સહગલ (Ranjan Sehgal)ના ઓર્ગન ફેલ થવાને કારણે નિધન થઈ ગયું છે. રંજન હિન્દી અને પંજાબી ટીવી ઉદ્યોગના જાણીતા કલાકાર પણ રહ્યાં હતા. તેઓ 36 વર્ષના હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમારી સહયોગી વેબસાઇટ DNAના રિપોર્ટ પ્રમાણે, રંજને શનિવારે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ચંડીગઢમાં અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતાની થોડા સમયથી સારવાર ચાલી રહી છે. દિવંગત અભિનેતાએ સાવધાન ઈન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ ટેલીવિઝન શોમાં પણ કામ કર્યું હતું. તેમાં તેઓ એક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળ્યા હતા. 


એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ


તેમના નજીકના મિત્ર ચરણજીત સિંગ કંબોઝ અને સહ-અભિનેત્રી શીતલ પંડ્યાએ તેમના નિધનની પુષ્ટિ કરી છે. ક્રાઇમ પેટ્રોલમાં રંજનની સાથે કામ કરનાર શીતલે કહ્યું, અમે એક સાથે ક્રાઇમ પેટ્રોલના બે એપિસોડ પર સાથે કામ કર્યું છે. મને સ્પષ્ટ રૂપથી યાદ છે અમે શોટ્સ વચ્ચે ચાર્લી ચેપલિનની મહાનતા પર ચર્ચા કરતા હતા. ભયાનક ખબર. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube