નવી દિલ્હી: સરોજ ખાન (Saroj Khan)એ તેર વર્ષની ઉંમરમાં જ્યારે એકતાલીસ વર્ષના ડાન્સ માસ્ટર બી સોહનલાલ સાથે લગ્ન કર્યા હતા. તેમને ખબર પડી ન હતી કે પહેલાંથી જ પરિણીત છે અને બે બાળકોના પિતા છે. સોહનલાલે પોતાની આસિસ્ટન્ટ નિર્મલાનું નામ બદલીને સરોજ રાખ્યું હતું અને તેના ગળામાં કાળો દોરો બાંધતા કહ્યું કે આજથી હું તારો પતિ છું. તેમના લગ્ન ફક્ત થોડા વર્ષો સુધી ચાલ્યા. સરોજ ખાનને ત્રણ બાળકોની માતા બની ગઇ. પોતાના પતિથી અલગ થઇને તે ફિલ્મોમાં બેક ગ્રાઉન્ડ ડાન્સર બની ગઇ અને પોતાનું અને બાળકોનું ઘર ચલાવવા લાગી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્યાર તો હોના હી થા
સરોજ ખાન છવ્વીસ વર્ષની હતી ત્યારે તેમની મુલાકાત સરદાર રોશન ખાન સાથે થઇ હતી. રોશન ખાન સરોજ પર ફિદા હતો. તેમણે આ વાત પણ સરોજ સાથે છુપાવી નહી કે તે પહેલાંથી પરણિત છે. સરોજ લાંબા સમય સુધી તેમના દૂર રહી હતી. રોશન ખાન સરોજ ખાનને દિલથી પ્રેમ કરતા હતા, મોટાભાગે તેમના ઘરે ફૂલ અને મિઠાઇ લઇને આવતા હતા. સરોજ ખાને તેમને કહ્યું પણ હતું કે તે ફરીથી પરણિત વ્યક્તિ સાથે પ્રેમમાં પડવા માંગતી નથી. 


તે કોણ હતી
પછી એક દિવસ સરોજને મળવા એક સ્ત્રી આવી. સરોજ સાથે હસીને વાત કરતી હતી, તેના વિશે મેં જાણ્યું. એ પણ પૂછ્યું કે એકલા બાળકોને કેવી રીતે ઉછેરો છો. પચેહે તે સ્ત્રીએ સરોજને સલાહ આપી કે તે ફરીથી લગ્ન કરી લે. ખાસકરીને તે વ્યક્તિ સાથે જે તેમને દિલથી પ્રેમ કરે છે. 


સરોજ ખાને તેના વિશે જાણવાનો પ્રયત્ન કર્યો કે તો તે રોશનન ખાનની પત્ની છે. ત્યારબાદ સરોજ ખાનને અલગ નજરથી જોવા લાગી. જ્યારે તેમને ખબર પડી કે રોશન ફક્ત તેમને જ નહી, તેના ત્રણ બાળકો, હામિદ, હિના અને સુખૈનાને પણ અપનાવવા માંગે છે. 


સરોજ ખાને 1975માં નિકાહ કરી લીધા અને સરોજ ખાન બની ગઇ. તેમના પતિ રોશન સાહેબે તેમનો વિશ્વાસ વધાર્યો. સરોજે ઘણીવાર પોતાના ઇન્ટરવ્યુંમાં કહ્યું 'રોશન સાહેબથી મળીને લાગે છે કે મારી જીંદગી પુરી થઇ ગઇ છે. ત્યારબાદ હું જોરશોરથી કામ કરવ લાગી, મને કામમાં મજા આવવા લાગી, મારી પ્રગતિ થવા લાગી. તેમણે હંમેશા મારો સાથ આપ્યો. એટલું જ નહી સરોજ ખાનની રોશન સાહેબની પહેલી પત્ની સાથે હંમેશા સાર સંબંધ રહ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube