Saath Nibhaana Saathiya: ગોપી વહુએ રસ્તા વચ્ચે દેવર સાથે કર્યું કંઇક આવું, સોશિયલ મીડિયામાં થયો Video Viral
સાથ નિભાના સાથિયા (Saath Nibhaana Saathiya) સિરીયલ ટીવીના ચર્ચિત શોમાંથી એક છે. લોકોને શો ખુબજ ગમતો હતો. આ શોની લીડ એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્ય (Devoleena Bhattacharjee) એ ગોપી વહુનો (Gopi Bahu) રોલ નિભાવી ખુબ પોપ્યુલર બની હતી
નવી દિલ્હી: સાથ નિભાના સાથિયા (Saath Nibhaana Saathiya) સિરીયલ ટીવીના ચર્ચિત શોમાંથી એક છે. લોકોને શો ખુબજ ગમતો હતો. આ શોની લીડ એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્ય (Devoleena Bhattacharjee) એ ગોપી વહુનો (Gopi Bahu) રોલ નિભાવી ખુબ પોપ્યુલર બની હતી. એક્ટ્રેસ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ જ એક્ટિવ છે. દરરોજ તે તેના ડાન્સનો વીડિયો (Dance Video) અને તસવીરોથી ધમાલ મચાવી રહી છે. હવે આ એક્ટ્રેસનો એક વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. એક્ટ્રેસ આ વીડિયોમાં તેના કો-એક્ટર સાથે જોવા મળી રહી છે.
દેવોલીનાનો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટો (Bold Pic) અને પૂલ વીડિયો જોઈ ફેન્સ હેરાન થઈ ગયા હતા. હવે એક્ટ્રેસે (Actress) તેના વધુ એક વીડિયોથી ફેન્સને હેરાન કર્યા છે. આ વીડિયોમાં તે રોમેન્ટિક ડાન્સ (Romantic Dance) કરતી જોવા મળી રહી છે તે પણ તેના ઓનસ્ક્રીન દેવર સાથે. લોકો બંનેની કેમેસ્ટ્રી જોઈને સરપ્રાઈઝ થઈ ગયા છે. વીડિયોમાં (Viral Video) જોવા મળી રહ્યું છે કે, એક્ટર કોઈ બીજુ નહીં પરંતુ જીગરનો રોલ નિભાવતો વિશાલ સિંહ છે. દેવોલીનાનો (Devoleena Bhattacharjee) આ ડાન્સ વીડિયો ખુબ જ ધમાલ મચાવી રહ્યો છે. દેવોલીનાની જેમ વિશાલ સિંહ (Vishal singh) એ પણ તેના ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે.
આ પણ વાંચો:- ટીમ ઇન્ડિયામાં 9 મહિના બાદ પરત ફર્યો આ ધુરંધર, આવતા જ ભારતને અપાવી ધમાકેદાર જીત
જીગર સાથે ગોપી વહુએ કર્યો ડાન્સ
સાથ નિભાના સાથિયા (Saath Nibhaana Saathiya) સિરીયલમાં દેવોલીના ભટ્ટાચાર્ય (Devoleena Bhattacharjee) અને વિશાલ સિંહની સાથે સિન્સ ઓછા હતા. વિશાલ એક આદર્શ દેવરના રોલમાં જોવા મળી રહ્યો હતો, જે ભાભીને મા સમાન ગણતો હતો. સામે આવેલા વીડિયોમાં બંને મોડી રાત્રે સ્ટ્રીટ લાઈટની નીચે રસ્તાની વચ્ચે ડાન્સ કરી રહ્યા છે. બંનેના આ વીડિયો પર ખુબ લાઈક્સ અને કોમેન્ટ આવી રહ્યા છે. ફેન્સની સાથે સાથે સેલિબ્રિટીઝ મિત્રો પણ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. લોકો કોમેન્ટ કરીને એક્ટ્રેસની ઘણી પ્રશંસા કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube