Team India માં યાદવનું શાનદાર કમબેક, ઉમેશના તરખાટ સામે ઇંગ્લેન્ડના પ્લેયર ઘૂંટણીએ

ટીમ ઇન્ડિયાના (Team India) ફાસ્ટ બોલર ઉમેશ યાદવે 9 મહિના બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં (International Cricket) ધમાકેદાર એન્ટ્રી મારી છે. ઉમેશ યાદવે (Umesh Yadav) ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાને ઇંગ્લેન્ડ (India vs England) સામે 157 રનથી જબરદસ્ત જીત અપાવવામં મદદ કરી છે

Team India માં યાદવનું શાનદાર કમબેક, ઉમેશના તરખાટ સામે ઇંગ્લેન્ડના પ્લેયર ઘૂંટણીએ

લંડન: ટીમ ઇન્ડિયાના (Team India) ફાસ્ટ બોલર ઉમેશ યાદવે 9 મહિના બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં (International Cricket) ધમાકેદાર એન્ટ્રી મારી છે. ઉમેશ યાદવે (Umesh Yadav) ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાને ઇંગ્લેન્ડ (India vs England) સામે 157 રનથી જબરદસ્ત જીત અપાવવામં મદદ કરી છે. ઉમેશ યાદવે ઇંગ્લેન્ડ (England) સામે ચોથી ટેસ્ટ મેચની (Test Match) પહેલી અને બીજી ઇનિંગમાં 3-3 વિકેટ ઝડપી પાડી હતી. ઉમેશ યાદવે ચોથી ટેસ્ટ મેચમાં તેની બોલિંગથી (Umesh Yadav Bowling) હચમચાવી દીધા હતા, જેનાથી ભારતીય ફેન્સને ખુબ જ મજા પડી હતી.

ઉમેશ યાદવ પર લટકી રહી હતી તલવાર
ટીમ ઇન્ડિયામાં (Team India) વધતા કોમ્પિટિશન વચ્ચે ઉમેશ યાદવનું (Umesh Yadav) કરિયર ખતમ થવાના આરે હતું. 9 મહિનાથી વિરાટ કોહલી (Virat Kohli) ઉમેશ યાદવને પ્લેઇન્ગ ઇલેવનમાં તક આપી રહ્યો ન હતો, જેના કારણે આ ખેલાડીનું કરિયર (Umesh Yadav Career) અંત તરફ આગળ વધી રહ્યું હતું. પરંતુ ઉમેશે જણાવ્યું કે, તે કેમ સ્પેશિયલ છે. ઉમેશ યાદવની સ્પીડનો ઇંગ્લેન્ડના (England) બેટ્સમેન પાસે કોઈ જવા ન હતો.

ઉમેશે ટીમ ઇન્ડિયામાં ફરીથી કર્યો દાવો
ટીમ ઇન્ડિયાએ મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઈશાંત શર્મા, શાર્દુલ ઠાકુર જેવી બોલિંગ યુનિટ તૈયાર કરી છે. જેના કારણે ઉમેશ યાદવને તક મળવી શક્ય દેખાઈ રહ્યું ન હતું. ઉમેશ યાદવ પહેલાથી જ વન-ડે અને ટી-20 ટીમમાંથી બહાર હતો અને ત્યારબાદ ટેસ્ટમાં પણ તેને તક મળી રહી ન હતી, પરંતુ ઉમેશે તેની પરવા કર્યા વગર દુનિયાને પોતાનો દમ દેખાળ્યો છે.

9 મહિના બાદ કરી વાપસી
33 વર્ષીય અનુભવી ફાસ્ટ બોલર ઉમેશ યાદવે આ પહેલા ભારત માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રમી હતી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર એડિલેડ ટેસ્ટમાં તેણે 3 અને મેલબર્ન ટેસ્ટમાં એક વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત થવાને કારણે તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીથી બહાર જવું પડ્યું હતું. ઇંગ્લેન્ડની સામે ઘરેલુ ટેસ્ટ સિરીઝમાં ઉમેશ ફિટ ના હોવાને કારણે ટીમમાં જગ્યા બનાવી શક્યો ન હતો, જ્યારે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં તેને પ્લેઇન્ગ ઇલેવનમાં રમવાની તક મળી ન હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news