Satish Kaushik Business: બધાને હસાવતા સતીશ કૌશિક આજે બધાને રડાવ્યા બાદ ગુપચુપ જતા રહ્યા છે. 66 વર્ષની વયે તેમના નિધનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. 9 માર્ચની સવારે ગુરુગ્રામમાં હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું. તે પોતાના મિત્રો સાથે હોળી ઉજવવા દિલ્હી આવ્યા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાંબો સમય વિતાવનાર સતીશ કૌશિકે ફિલ્મ 'મૌસમ'થી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પોતાની પત્ની શશિ કૌશિક અને પુત્રી વંશિકા માટે કરોડોની સંપત્તિ છોડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાબિલીયતના આધારે કરોડોની મિલકત બનાવી
સતીશ કૌશિકે પોતાની કાબિલિયતના આધારે કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી છે. કહેવાય છે કે 2023માં સતીશ કૌશિકની કુલ સંપત્તિ 40 કરોડ રૂપિયા હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની પાસે કુલ 50 કરોડ રૂપિયાની સંપત્તિ છે. સતીશ કૌશિકનો સૌથી યાદગાર અભિનય મિસ્ટર ઈન્ડિયા, જાને ભી દો યારોં, દિવાના મસ્તાના અને ઉડતા પંજાબ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે.


આ પણ વાંચો:  અડધો કલાક પાણીમાં ડૂબ્યા પછી પણ ચાલશે આ ફોનના શ્વાસ, ખરીદી કરવા લોકોની પડાપડી
આ પણ વાંચો:  Personal Blogging દ્વારા કરવા માગો છો લાખોની કમાણી તો આ સરળ Tips ફોલો કરો
આ પણ વાંચો:  Career: 12મા ધોરણ પછી Gaming Industryમાં કરિયર બનાવો, લાખોના પગારની મળશે નોકરી


સતીશ કૌશિક ધંધામાં પણ સક્રિય હતા
ફિલ્મ ઈન્ડસ્ટ્રી સિવાય સતીશ કૌશિક બિઝનેસમાં પણ સક્રિય હતા. અભિનય અને દિગ્દર્શન ઉપરાંત, તેમણે ઘણા સફળ વ્યવસાયોમાં પણ રોકાણ કર્યું હતું. સતીશે 1985માં શશિ કૌશિક સાથે લગ્ન કર્યા હતા. તેમના પુત્ર શાનુ કૌશિકનું 1996માં બે વર્ષની વયે અવસાન થયું હતું. વર્ષ 2012માં સરોગસી દ્વારા પુત્રી વંશિકાનો જન્મ થયો હતો.


આ પણ વાંચો:  હાઈ બ્લડ શુગર લેવલને ઝડપથી ઘટાડે છે આ નાના દાણા, કેન્સર અને હૃદયનો રોગ પણ રહે છે દૂર
આ પણ વાંચો:  ઘડપણમાં આવકની ગેરન્ટી! 100 રૂપિયાનું કરો રોકાણ, દર મહિને મળશે 20 હજારનું પેન્શન
આ પણ વાંચો:  અડધો કલાક પાણીમાં ડૂબ્યા પછી પણ ચાલશે આ ફોનના શ્વાસ, ખરીદી કરવા લોકોની પડાપડી


સતીશ કૌશિકનું શિક્ષણ
હરિયાણાના મહેન્દ્રગઢમાં 13 એપ્રિલ 1956ના રોજ જન્મેલા સતીશ કૌશિકે 1972માં દિલ્હીની કિરોરી માલ કોલેજમાંથી સ્નાતક થયા. તેઓ NSD અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના વિદ્યાર્થી પણ રહી ચૂક્યા છે.


આ પણ વાંચો: રિસ્ક ના લેતા! સ્વચ્છતા બનશે સ્માર્ટફોનનો 'કાળ', બેઠા બેઠા લાગશે હજારો રૂપિયાની ચપત
આ પણ વાંચો: 30 વર્ષની ઉંમરે દરેક મહિલાએ કરાવવા પડશે આ 10 ટેસ્ટ, બીમારીઓથી રહેશે જોજનો દૂર
આ પણ વાંચો: આ બોલિવૂડ સુંદરીઓ 1 પોસ્ટથી છાપે છે કરોડો રૂપિયા, ચોંકાવશે Priyanka Chopraની કમાણી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube