ગોરી મેમ બની ગઈ દીકરાની માતા, શેયર કરી તસવીર
ચાહકો સૌમ્યાના બાળકની તસવીરો જોવા અને તેનું નામ જાણવા આતુર છે
મુંબઈ : થોડા જ મહિના પહેલા પ્રેગનેન્સી ફોટોશૂટના ફોટોઝ પોસ્ટ કરીને ચાહકોને પોતાની પ્રેગનેન્સીના સમાચાર આપનાર ભાભીજી ઘર પર હૈમાં ગોરી મેમનો રોલ કરનાર એક્ટ્રેસ સૌમ્યા ટંડને ઉત્તરાયણના દિવસે પુત્રને જન્મ આપ્યો હતો. માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય સારુ છે. અત્યારે ચાહકો સૌમ્યાના બાળકની તસવીરો જોવા અને તેનું નામ જાણવા આતુર છે.
માતા અમૃતા સાથે સારા રાતોરાત પહોંચી દહેરાદુન કારણ કે...
સૌમ્યાએ જણાવ્યું હતું કે તે માતા બન્યા બાદ પણ એક્ટિંગ છોડવા નથી માંગતી. મેટરનિટી લીવ પૂરી થાય એટલે તે તરત જ કામ પર પાછી ફરશે એવી ચાહકોને આશા છે.