લગ્ન પહેલાં જ પ્રેગનન્ટ થઈ હતી નેહા, પતિએ Videoમાં જણાવ્યો આખો ઘટનાક્રમ
એક્ટ્રેસ નેહા ધુપિયા અને અંગદ બેદીએ મે મહિનામાં સિક્રેટ વેડિંગ કર્યા હતા
નવી દિલ્હી : એક્ટ્રેસ નેહા ધુપિયા અને અંગદ બેદીએ મે મહિનામાં સિક્રેટ વેડિંગ કર્યા હતા ત્યારે ચર્ચા હતી કે નેહા પ્રેગનન્ટ હોવાથી તાત્કાલિક લગ્ન કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે આખરે આ મામલે ખુલાસો થઈ ગયો છે. નેહાના પતિ અંગદે એક ટોક શોમાં સ્વીકારી લીધું છે કે નેહા તેના લગ્ન પહેલાં પ્રેગનન્ટ થઈ ગઈ હતી.
નેહાના લગ્ન વખતે નેહાના પિતાએ આ ચર્ચાને અફવા ગણાવી હતી અને અંગદ તેમજ નેહાને આ વાત સ્વીકારતા સારો એવો સમય લાગ્યો છે. અંગદ બેદીએ નેહાના ટોક શો 'નો ફિલ્ટર નેહા'માં આ હકીકત જણાવી છે.
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...