નવી દિલ્હી: લાંબા સમયથી બોલીવુડના મિસ્ટ પરફેક્સનિસ્ટ આમિર ખાન  (Aamir Khan) પોતાની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા (Lal Singh Chaddha)' ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મનું શૂટિંગને લઇને પણ આમિર ખાન ખૂબ વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેમની સાથે બોલીવુડની જાણિતી અભિનેત્રી કરીના કપૂર (Kareena kapoor) જોવા મળશે. તમને જણાવી દઇએ કે આ જોડી પહેલાં પણ ફિલ્મ 'થ્રી ઇડિયટ' અને 'તલાશ'માં જોવા મળી ચૂક્યા છે અને બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરવામાં સફળ રહ્યો હતો. તેનાથી સ્પષ્ટ થાય છે કે દર્શકોને આ જોડી પસંદ છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube