ધામધૂમથી ઉજવવામાં આવ્યો અનિલ કપૂરનો બર્થડે, જુઓ પાર્ટીની તસ્વીરો
અનિલ કપૂરનો જન્મ 24 ડિસેમ્બર 1956મા મુંબઈના ચંબૂરમાં થયો હતો. અનિલ કપૂર ફિલ્મ પ્રોડ્યૂસર સુરિંદર કપૂર અને નિર્મલા કપૂરના પુત્ર છે.
નવી દિલ્હીઃ બોલીવુડના દિગ્ગજ અભિનેજા અનિલ કપૂર સોમવારે 62 વર્ષના થઈ ગયા છે. આ તક તેમણે મુંબઈમાં પાર્ટી રાખી હતી, જ્યાં તેમના પરિવાર અને મિત્રોએ ધામધૂમથી અનિલ કપૂરના જન્મદિવસની ઉજવણી કરી. આ તકે અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર, જમાઈ આનંદ આહુજા, મોટા ભાઈ બોની કપૂર, તેમની ત્રણેય પુત્રીઓ જાહ્નવી કપૂર, ખુશી કપૂર અને અંશુલા કપૂર, કરિશ્મા કપૂર સિવાય અર્જુન કપૂર અને મલાઇકા અરોડાની ઉપસ્થિતિ ખાસ રહી હતી.
મહત્વનું છે કે, અનિલ કપૂરનો જન્મ 24 ડિસેમ્બર 1956ના મુંબઈના ચંબૂરમાં થયો હતો. અનિલ કપૂર ફિલ્મ પ્રોજ્યુસર સુરિંદર કપૂર અને નિર્મલા કપૂરના નાના પુત્ર છે. તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમને લગભગ 50 વર્ષ થઈ ગયા છે. તેમણે 12 વર્ષની ઉંમરે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. સૌથી પહેલા તેમણે ફિલ્મ તૂ પાયલના ગીલમાં શશિ કપૂરના બાળપણની ભૂમિકા ભજવી હતી. પરંતુ આ ફિલ્મ રિલીઝ ન થઈ. ત્યારબાદ અનિલે ફિલ્મ હમારે તુમ્હારે (1979)થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી આ ફિલ્મમાં તેમણે એક નાનો રોલ કર્યો હતો. ત્યારબાદ તેઓ ધીમે ધીમે આગળ વધતા ગયા અને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, અનિલ કપૂરને ઓસ્કાર અને નેશનલ એવોર્ડ સિવાય ઘણા બીજા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં તેમણે ઇંગ્લિશ ફિલ્મની સાથે-સાથે પંજાબી ફિલ્મ જટ પંજાબ દામાં પણ કામ કર્યું છે. તેમને 1984મા રિલીઝ થયેલી મૌલાના જટ માટે ફિલ્મ ફેરના બેસ્ટ સ્પોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ તેમને 1988મા રિલીઝ થયેલી ફિલ્મ તેજાબ માટે ફિલ્મ ફેયરમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. સ્લમ ડોગ મિલેનિયર માટે તેમનું ઓસ્કાર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
આ દિવસોમાં અનિલ કપૂર વેબ સિરીઝમાં પણ સક્રિય છે. આ દિવસોમાં અનિલ કપૂર નેટફ્લિક્સના આગામી શો સિલેક્શન ડેના સહ-નિર્માતા છે. હાલમાં ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથે વાતચીતમાં અનિલ કપૂરે કહ્યું કે, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ વિશ્વને ભારતીય પ્રતિભા દેખાડવાનું એક સારૂ મંચ છે.
(ફોટો સાભારઃ તમામ તસ્વીરો યોગેન શાહની છે)