Unseen Video: પુત્ર આર્યન ખાનને આ રીતે જોઇ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી Gauri Khan
![Unseen Video: પુત્ર આર્યન ખાનને આ રીતે જોઇ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી Gauri Khan Unseen Video: પુત્ર આર્યન ખાનને આ રીતે જોઇ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી Gauri Khan](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2021/10/08/352457-gauri-aryan.jpg?itok=GXvtw5mr)
આજે આર્યન ખાન (Aryan Khan) ની જામીન પર ચૂકાદો આવી ગયો જેમાં જામીન અરજી નકારી કાઢવામાં આવી હતી. ત્યારે હવે ગત સાંજનો એક વીડિયો ફેસબુક પર સામે આવ્યો છે.
નવી દિલ્હી: શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને ગૌરી ખાન (Gauri Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) થોડા દિવસોથી NCB ની કસ્ટડીમાં છે. ડ્રગ્સ કેસમાં એક રેડ દરમિયાન NCB એ તેમને કસ્ટડીમાં લીધા હતા. ત્યારથી ગૌરી ખાન પોતાના પુત્રને જામીન અપાવવા માટે દરેક પ્રકારના પ્રયત્ન કરી રહી છે. આજે ગૌરી ખાનનો જન્મ દિવસ (Gauri Khan Birthday) છે. આ અવસર પર તેમનો એક અનસીન વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ધ્રૂસકે ને ધ્રૂસકે રડતી જોવા મળી રહી છે.
પુત્રની સ્થિતિ જોઇ પોતાને રોકી ન શકી
આજે આર્યન ખાન (Aryan Khan) ની જામીન પર ચૂકાદો આવી ગયો જેમાં જામીન અરજી નકારી કાઢવામાં આવી હતી. ત્યારે હવે ગત સાંજનો એક વીડિયો ફેસબુક પર સામે આવ્યો છે. જેમાં આર્યનને NCB કોર્ટમાંથી બહાર નિકળતાં જોઇ શકે છે. તો બીજી તરફ સામે એક કાર ઉભેલી જોવા મળી છે. જેની અંદર ગૌરી ખાન (Gauri Khan) રડતી જોવા મળી રહી છે. તે પોતાના હાથ વડે આંખો સંતાડતી જોવા મળી રહી છે અને સતત રડી રહી છે.
Shah Rukh Khan ના પુત્ર આર્યન ખાનના જામીનને લઇને આવ્યો આ મોટો નિર્ણય
રોકી શકી નહી રૂદન
આ વીડિયોને બોલીવુડ પૈપરાજીના એક પેજએ પોતાના ફેસબુક વોલ પર શેર કર્યો છે. વીડિયોમાં ગૌરી સફેદ શર્ટ અને બ્લૂ જીન્સમાં જોવા મળી રહી છે. તે કારમાં બિલકુલ લપાઇને ઘૂંટણ પર માથું ટેકીને બેઠી છે. તેમનો ડ્રાઇવર વારંવાર તેમની તરફ જોઇ રહ્યો છે. થોડીવારમાં એક મહિલા ગૌરીની કારમાં બેસે છે અને કાર નિકળી પડે છે.
ઇમોશનલ થયા લોકો
વીડિયોને જોઇને સોશિયલ મીડિયા યૂઝર્સ ઇમોશનલ થઇ રહ્યા છે. આજે ગૌરીનો જન્મદિવસ છે. પરંતુ તેમનો પુત્ર તેમનાથી દૂર NCB ની કસ્ટડીમાં છે. એવામાં વીડિયો પર ગૌરીની હિંમત વધારનાર કોમેન્ટ્સ આવી રહી છે. તો બીજી તરફ ગૌરીના ઉછેર પર સવાલ ઉઠાવનારાઓ પણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube