સપ્ટેમ્બર મહિનો ફિલ્મોથી હાઉસફૂલ, Fukrey 3 બે મહિના પહેલા આ તારીખે થશે રિલીઝ
Fukrey 3: ફુકરે 3 ફિલ્મ રિલીઝ થવાને ગણતરીના દિવસો બાકી છે. ફિલ્મની નવી રીલીઝ ડેટ જાહેર થયાની સાથે જ ફુકરે 3 ના ટ્રેલરને લઈને પણ ચર્ચાઓ તેજ થઈ છે. ફુકરે 3 નું ટ્રેલર આગામી સપ્તાહમાં રિલીઝ થશે તેવી સંભાવના છે. ચર્ચાઓ એવી પણ છે કે ફુકરે 3 ફિલ્મનું ટ્રેલર જવાનની સ્ક્રિનિંગ સાથે રિલીઝ કરવામાં આવશે.
Fukrey 3: ફુકરે 3 ફિલ્મ એ ચાહકોને મોટી સરપ્રાઈઝ આપી છે. ફુકરે 3 ફિલ્મ ની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં રિલીઝ થવાની હતી પરંતુ અચાનક જ ફિલ્મને પ્રિપોન કરી દેવામાં આવી છે. હવે આ ફિલ્મ સપ્ટેમ્બર મહિનામાં જ રિલીઝ થવાની છે. જેના કારણે સપ્ટેમ્બર મહિનો ફિલ્મોથી હાઉસફુલ થવાનો છે. કારણ કે સપ્ટેમ્બર મહિનામાં ફુકરે થ્રી સિવાય શાહરૂખ ખાનની જવાન, વિકી કૌશલ ની ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી, નવાઝુદ્દીન સિદ્દીકીની હડ્ડી સહિતની ફિલ્મો રિલીઝ થવાની છે.
આ પણ વાંચો:
સલમાન ખાન-કૈટરીના કૈફની ફિલ્મ Tiger 3 ની રિલીઝ ડેટ ફાઈનલ, દમદાર પોસ્ટર રિલીઝ
15 વર્ષમાં તારક મહેતા...ના આ કલાકારોની થઈ ગઈ કાયાપલટ, PICs જોઈને વિશ્વાસ નહીં કરો
Highest Paid Villains: વિલન બનીને પડદા પર મચાવી ધૂમ, અચ્છા અચ્છા હીરો ભરે છે પાણી
ફુકરે 3 28 સપ્ટેમ્બર ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. જોકે આ ફિલ્મને બે મહિના પહેલા રિલીઝ શા માટે કરવામાં આવે છે તેની જાણકારી સામે આવી નથી. આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરીને ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ફિલ્મના નવા પોસ્ટરમાં 28 સપ્ટેમ્બર રિલીઝ ડેટ તરીકે નોંધવામાં આવી છે.
એટલે કે હવે ફુકરે 3 ફિલ્મ રિલીઝ થવાને ગણતરીના દિવસો બાકી છે. ફિલ્મની નવી રીલીઝ ડેટ જાહેર થયાની સાથે જ ફુકરે 3 ના ટ્રેલરને લઈને પણ ચર્ચાઓ તેજ થઈ છે. ફુકરે 3 નું ટ્રેલર આગામી સપ્તાહમાં રિલીઝ થશે તેવી સંભાવના છે. ચર્ચાઓ એવી પણ છે કે ફુકરે 3 ફિલ્મનું ટ્રેલર જવાનની સ્ક્રિનિંગ સાથે રિલીઝ કરવામાં આવશે.
જણાવી દઈએ કે ફુકરે ફિલ્મના બંને પાર્ટ સુપરહિટ સાબિત થયા હતા. ફુકરે ફિલ્મ વર્ષ 2013 માં આવી હતી. 8 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે 49 કરોડનો બિઝનેસ કર્યો હતો. ત્યારબાદ 2017માં ફુકરે રિટર્નસ આવી હતી. 22 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે 108 કરોડથી વધુની કમાણી કરી હતી.