Jawan Buy One Get Oner Ticket Offer: શું તમે પણ શાહરુખ ખાનના ફેન છો...તો આ સમાચાર તમારા માટે ખુશખબરી લઈને આવ્યાં છે. કારણકે, હવે તમારે શાહરૂખની આ ફિલ્મ જોવા માટે વધારે પૈસા નહીં ખર્ચવા પડે. પરિવાર સાથે પણ તમે આ ફિલ્મ જોવા માટે થઈ શકો છો. કારણકે, કિંગ ખાને પોતાના ચાહકો માટે આપી છે અત્યાર સુધીની સૌથી મોટી ઓફર... શાહરૂખ ખાન સ્ટારર 'જવાન' દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર રૂ. 550 કરોડથી વધુની કમાણી કરી છે અને હવે તે રૂ. 600 કરોડનો આંકડો પાર કરવા તરફ ઝડપથી આગળ વધી રહી છે. વર્લ્ડવાઈડ ફિલ્મે તાજેતરમાં રૂ. 1000 કરોડનો આંકડો પાર કર્યો છે અને હવે તે વિશ્વભરમાં હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાંની એક બની ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'જવાન' પણ શાહરૂખ ખાનની કારકિર્દીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. જોકે, હવે ફિલ્મની કમાણી ઘટી રહી છે. આવી સ્થિતિમાં, દર્શકોને થિયેટરોમાં આકર્ષવા માટે નિર્માતાઓએ એક નવી યુક્તિ રમી છે અને ટિકિટો પર ઓફર જાહેર કરી છે.


 



 


શું 'જવાન'ની ઘટતી કમાણી વધારવા માટે નિર્માતાઓની વ્યૂહરચના કામ કરશે?
તમને જણાવી દઈએ કે 'ધ વેક્સીન વોર' અને 'ફુકરે 3' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આવી સ્થિતિમાં 'જવાન'ની કમાણી પર અસર પડે તેવી પૂરી સંભાવના છે. આને ધ્યાનમાં રાખીને મેકર્સે જવાનની ટિકિટ પર ઓફરનો જુગાર ખેલ્યો છે. કોઈપણ રીતે, ત્રીજા સપ્તાહમાં શાહરૂખ ખાનની ફિલ્મની કમાણી દરરોજ ઘટી રહી છે અને તે ડબલ ડિજિટથી સિંગલ ડિજિટમાં કમાણી કરી રહી છે. આવી સ્થિતિમાં, ફિલ્મનું કલેક્શન વધારવા અને દર્શકોને થિયેટરોમાં આકર્ષવા માટે, એક ટિકિટ પર બીજી ફ્રી ટિકિટ મેળવવાની ઓફર લાવવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે મેકર્સની આ સ્ટ્રેટેજી 'જવાન'નું કલેક્શન વધારવામાં સફળ થાય છે કે નહીં.