Shah Rukh Khan Duplicate Suraj Kumar: સુપરસ્ટાર શાહરૂખ ખાન જેવા દેખાતા વ્યક્તિનો વીડિયો અને ફોટા છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ હવે સમાચાર આવ્યા છે કે શાહરૂખ ખાન જેવો જ દેખાતા આ વ્યક્તિને તેની પહેલી ફિલ્મ મળી છે. હા... શાહરુખ ખાન જેવા દેખાતા સૂરજ કુમારે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને અભિનેતા પુલકિત સમ્રાટ સાથે કામ કરવાની તક મળી છે. સૂરજ કુમારનું કહેવું છે કે તે આ મહિનાના અંતથી શૂટિંગ પણ શરૂ કરવા જઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:
ભારત બની શકે છે WTC ચેમ્પિયન, બસ કરવું પડશે આ એક કામ 
અમરનાથ યાત્રા દરમિયાન નહીં મળે પિઝ્ઝા, બર્ગર, મેગી જેવા ફાસ્ટફૂડ,આ છે નવું ફૂડ મેનૂ
અલ્લાહ કરે ને તમારું અખંડ ભારતનું સપનું પુરૂ થાય! અમારો હશે વડાપ્રધાન


સૂરજ કુમારે જણાવ્યું કે, તેને લાગે છે કે તેની મહેનત રંગ લાવી છે, તેને અભિનેતા પુલકિત સમ્રાટ સાથે એક ફિલ્મની ઓફર કરવામાં આવી છે, જેના માટે તે આ મહિનાના અંતમાં શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. સૂરજ કુમારે કહ્યું કે, તેમને હાલમાં કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે. તે લોકોએ કહ્યું છે કે તેઓ શાહરૂખ ખાનને મળવામાં મદદ કરશે. સૂરજ કુમારે કહ્યું કે તેનું એક્ટર બનવાનું સપનું પૂરું થઈ ગયું છે, હવે શાહરૂખ ખાનને મળવાનુ સપનુ બાકી છે.


સૂરજ કુમારે ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તે શાહરૂખ ખાનને મળવા માંગે છે અને એક્ટર બનવાનું સપનું છે. સૂરજ કુમાર કહે છે કે તેનો પરિવાર તેને સાથ આપતો ન હતો, તેથી તેણે તેના પિતા પાસેથી થોડા પૈસા લીધા અને ઘર છોડીને મુંબઈ પહોંચી ગયો. ત્યાં તે દરરોજ શાહરૂખ ખાનને મળવા માટે તેના ઘરની બહાર ઉભો રહેતો હતો પરંતુ તેને મળવાનો મોકો ન મળ્યો. જો હું હવે શાહરૂખ ખાનને મળીશ તો હું તેને મળતાં જ રડી પડીશ... જો કે, શાહરૂખ ખાન જેવા દેખાતા વ્યક્તિ સૂરજ કુમારની આગામી ફિલ્મ વિશે અન્ય કોઈ માહિતી સામે આવી નથી.


આ પણ વાંચો:
ગુજરાતના મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ આનંદો! બદલીઓને લઈ કર્યો મોટો નિર્ણય
ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલને પ્રમુખ બનાવવાના આ છે કારણો,કોંગ્રેસમાં ગુજરાતનું કદ વધશે
રાશિફળ 10 જૂન: આ જાતકો પર આજે રહેશે શનિદેવની અપાર કૃપા, તમામ કાર્યો પાર પડશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube