Shah Rukh Khan: શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' સિનેમાઘરોમાં રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ફિલ્મ 'જવાન'નું નિર્દેશન એટલી કુમારે કર્યું છે. એટલી કુમારની થેરી સહિતની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવી છે. પરંતુ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'જવાન' ને લઈને એટલી કુમાર પર મોટો આરોપ લાગ્યો છે. સોશિયલ મીડિયા પર જવાન જોઈને લોકો કહી રહ્યા છે કે શાહરુખ ખાનની ફિલ્મ જવાન તમિલ ફિલ્મ 'થાઈનાડુ'ની કોપી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


શાહરુખ ખાનની ફિલ્મ Jawan ને કર્યો ધમાકો, પહેલા દિવસે ફિલ્મથી થઈ કરોડોની કમાણી


શાહરૂખ ખાનનો ડબલ ડોઝ, ખતરનાક એક્શન અને મજબૂત સ્ટોરી, સિસ્ટમને ટાર્ગેટ કરે છે 'જવાન


24 સપ્ટેમ્બર પરિણીતી બનશે રાઘવની દુલ્હનિયા, ઉદયપુરમાં કરશે લગ્ન, 30 તારીખે રિસેપ્શન


શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર લોકો ફિલ્મના ડાયરેક્ટર એટલી કુમારને ટ્રોલ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ફિલ્મ 'જવાન' 1989માં રિલીઝ થયેલી સત્યરાજની ફિલ્મ 'થાઈનાડુ'ની કોપી છે.  


એટલી કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'જવાન'માં શાહરૂખ ખાન સાથે નયનતારા સહિતના કલાકારો મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણનો કેમિયો રોલ પણ છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને એટલી કુમારે પહેલીવાર સાથે કામ કર્યું છે. 


બોલીવુડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનની આ પહેલી પાન ઈન્ડિયા ફિલ્મ છે. શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' એ પહેલા દિવસે લગભગ 65 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મને લઈને લોકોમાં ભારે ક્રેઝ છે. ફિલ્મને જબરદસ્ત ઓપનિંગ મળ્યું છે. હવે જોવાનું રહ્યું કે ફિલ્મ જવાન કમાણીના કેટલા રેકોર્ડ તોડે છે.