Shah Rukh Khan Film: આ છે શાહરુખ ખાનની લો રેટેડ ફિલ્મ, એક Kiss ના કારણે ફિલ્મને રિલીઝ થતા 10 વર્ષ લાગ્યા
Shah Rukh Khan Low Rated Film:ફિલ્મના ડાયરેક્ટરની ઈચ્છા હતી કે ફિલ્મમાં શાહરુખ ખાન અને રવિના ટંડન વચ્ચે એક કિસિંગ સીન હોય. પરંતુ રવિના અને શાહરૂખ બંને તેના માટે તૈયાર ન હતા. કિસિંગ સીનના કારણે ફિલ્મ મેકર સાથે રવિના અને શાહરૂખની તનાતની વધી ગઈ
Shah Rukh Khan Low Rated Film:શાહરુખ ખાનને બોલીવુડમાં 30 વર્ષથી વધુનો સમય થઈ ચૂક્યો છે. છેલ્લા ત્રણ દાયકામાં શાહરૂખ ખાને અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તેણે કરોડો લોકોનું દિલ જીત્યું છે અને દુનિયાભરમાં પોતાના નામનો ડંકો વગાડ્યો છે. શાહરૂખ ખાને અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. પરંતુ તેણે તેની કારકિર્દીમાં સૌથી ખરાબ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આજે તમને શાહરુખ ખાનની સૌથી ખરાબ રેટેડ ફિલ્મ વિશે જણાવીએ. આ ફિલ્મ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.
આ પણ વાંચો: OMG.. આ 5 ફિલ્મો જોઈને આવું તમે પણ બોલશો, દ્રશ્યમ લાગશે ફિક્કી, જોરદાર છે આ ફિલ્મો
શાહરૂખ ખાનની આ ફિલ્મ એવી છે જેને રિલીઝ થતાં 10 વર્ષનો સમય લાગી ગયો. જ્યારે ફિલ્મ રિલીઝ થવાની હતી તો ફિલ્મમાં કામ કરનાર શાહરુખ ખાને પોતે પણ પ્રમોશન કરવાની ના કહી દીધી હતી. શાહરુખ ખાનની આ ફિલ્મને 10 માંથી 3.1 રેટિંગ મળ્યા હતા. જે ફિલ્મની વાત થઈ રહી છે તેનું નામ છે યે લમ્હે જુદાઈ કે..
આ ફિલ્મ શાહરૂખ ખાને 1994 માં કરી હતી. પરંતુ ફિલ્મ 10 વર્ષ સુધી રિલીઝ થઈ નહીં. અંતે સિનેમા ઘરોમાં વર્ષ 2004માં ફિલ્મ રિલીઝ કરવામાં આવી. પરંતુ તે સમયે શાહરુખ ખાનની ફિલ્મનું પ્રમોશન કરવાની પણ ના કહી દીધી. શાહરૂખની આ ફિલ્મને લો રેટેડ ફિલ્મ કહેવામાં આવે છે. આ ફિલ્મનું ડાયરેક્શન બીરેન્દ્રનાથ તિવારીએ કર્યું હતું.
આ પણ વાંચો: અદા શર્માએ પહેરેલી આ સાડી છે ફક્ત 15 રુપિયાની... સાડી જોવા Video લાખો વાર જોવાયો
યે લમ્હે જુદાઈ કે ફિલ્મની કાસ્ટમાં શાહરુખ ખાન ઉપરાંત રવિના ટંડન, મોહનીસ બહલ, કિરણ કુમાર, દિવ્યા દેસાઈ, નવનીત નિશાન સહિતના કલાકારો હતા. ફિલ્મના શૂટિંગની શરૂઆત 1994 માં થઈ હતી અને ફિલ્મ 2004 માં રિલીઝ થઈ.
શાહરુખ રવિનાના કિસીંગ સીનનો વિવાદ
યે લમ્હે જુદાઈ કે ફિલ્મમાં એક કિસિંગ સીનના કારણે વિવાદ પણ થયો હતો. ફિલ્મના ડાયરેક્ટરની ઈચ્છા હતી કે ફિલ્મમાં શાહરુખ ખાન અને રવિના ટંડન વચ્ચે એક કિસિંગ સીન હોય. પરંતુ રવિના અને શાહરૂખ બંને તેના માટે તૈયાર ન હતા. કિસિંગ સીનના કારણે ફિલ્મ મેકર સાથે રવિના અને શાહરૂખની તનાતની વધી ગઈ. વર્ષો પસાર થતા રહ્યા પણ શાહરુખ ખાન આ કિસિંગ સીન માટે ન માન્યો.
આ પણ વાંચો: અરબાઝ ખાન અને સુરા ખાનને ખરાબ રીતે લોકોએ કર્યા ટ્રોલ, બંને પર કરી ન કરવાની કોમેન્ટ..
ત્યાર પછી ફિલ્મના ડાયરેક્ટરે વર્ષ 2003 માં ફિલ્મનું બાકી રહેલું કામ શરૂ કર્યું. નવી શરૂઆતમાં નવી કાસ્ટિંગ પણ થઈ અને તેમાં ફિલ્મમાં રશ્મિ દેસાઈનો સમાવેશ કરવામાં આવ્યો. 10 વર્ષે ફિલ્મનું બધું જ કામ પૂરું થયું પરંતુ શાહરૂખ ખાને ફિલ્મનું પ્રમોશન કરવાની ના કહી દીધી. ફિલ્મ શરૂ થાય ત્યારે શાહરુખ ખાનની કારકિર્દી પણ શરૂઆતના સમયમાં હતી પરંતુ ફિલ્મ રિલીઝ થવાની હતી ત્યાં સુધીમાં શાહરુખ ખાનનો સિક્કો ચમચી ગયો હતો.