OMG... આ 5 ફિલ્મો જોઈને આવું તમે પણ બોલશો, દ્રશ્યમ પણ લાગશે ફિક્કી, જોરદાર છે આ સાયકો થ્રિલર ફિલ્મો

Psychological Thriller Films: ક્રાઈમ થ્રીલર ફિલ્મોની સાથે સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મને પણ લોકો પસંદ કરે છે. એવી ઘણી ફિલ્મો છે જે દર્શકોના દિલ અને દિમાગ પર ઊંડી છાપ છોડી જાય છે. ઓટીટી પ્લેટફોર્મ પર આવી ફિલ્મો તમે ઘર બેઠા જોઈ શકો છો. જો તમને પણ સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ જોવાનો શોખ છે તો આ પાંચ ફિલ્મ જોવાનું ચૂકતા નહીં.

ક્રિતિ

1/5
image

મનોજ બાજપાઈ, નેહા શર્મા અને રાધિકા આપ્ટે સ્ટારર ફિલ્મ કૃતિનું ડાયરેક્શન શિરીષ કુંદરે કર્યું છે. આ એક સાયકોલોજીકલ મર્ડર મિસ્ટ્રી છે. આ ફિલ્મનો એન્ડ તમને આશ્ચર્યચકિત કરી દેશે.

રાહ

2/5
image

અપૂર્વ મિશ્રા, યુસુફ હક્કાનીની આ શોર્ટ ફિલ્મમાં જબરદસ્ત ટ્વીસ્ટ જોવા મળે છે. આ ફિલ્મ ફક્ત 2 વ્યક્તિ પર આધારિત છે. એક લિફ્ટ લેનાર અને બીજો લિફ્ટ આપનાર. બેમાંથી એક વ્યક્તિ ખૂની હોય છે. 

વન વીમેન મેન

3/5
image

આ શોર્ટ ફિલ્મને સુદીપ મંડલે ડાયરેક્ટ કરી  છે. આ ફિલ્મમાં એવા વ્યક્તિની લાઈફ દેખાડવામાં આવી છે જે પહેલી પત્નીના મૃત્યુ પછી બીજા લગ્ન કરે છે. પરંતુ પછી તેનું જીવન નર્ક બની જાય છે. 

ધ સલૂન

4/5
image

આ સોલિડ સાઈકોથ્રિલર સીરીઝ છે. આ ફિલ્મ એક સીરિયલ કિલર અને એક સલૂન પર આધારિત છે. 

ગુત્થી

5/5
image

આ ફિલ્મને ક્રિટિક્સે ખૂબ વખાણી છે. આ ફિલ્મ રાઈટર બ્લોગથી પીડિત વ્યક્તિ અને કચરો વીણનારની આસપાસ ફરે છે. આ ફિલ્મ યૂટ્યૂબ અને એમએક્સ પ્લેયર પર જોઈ શકાય છે.