મુંબઇ: બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન (Shah Rukh Khan)ને લઇને મોટી જાણકારી સામે આવી છે. સમાચાર છે કે કિંગ ખાને પોતાની આગામીએ ફિલ્મ સાઇન કરી લીધી છે અને તેની જાહેરાત જલદી થવાની છે. એટલું જ નહી આ જાણકારી ફિલ્મ નિર્દેશક દ્વારા કન્ફોર્મ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલાં મીડિયામાં સમાચાર આવ્યા હતા કે કિંગ ખાનના જન્મદિવસ પર તેની જાહેરાત થવાની છે. સમાચાર છે કે બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પોતાની આગામી ફિલ્મ માટે તમિળ નિર્દેશક એટલી સાથે હાથ મિલાવનાર છે. હવે આ અંગે મોટી જાણકારી સામે આવી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમાં જ તમિલ ડાયરેક્ટર એટલી (Atlee)ની ફિલ્મ બિગિલ (Bigil)ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મના લીડ એક્ટર તમિલ સુપરસ્ટાર વિજય છે. આ ફિલ્મના પ્રમોશન ઇવેન્ટ દરમિયાન જ ફિલ્મ ડાયરેક્ટર હરિશ શંકર (Harish Shankar)એ એક મોટો ખુલાસો કર્યો છે.


શાહરૂખ ખાન અને એટલીના ગઠબંધનના સમાચાર પર નિવેદન આપતાં નિર્દેશકે કહ્યું કે 'બંને આ પ્રોજેક્ટને લઇને સમાચારો સામે આવી રહ્યા છે. તે દુઆ કરે છે કે આ જલદી સંભવ થાય. એતલી સર શાહરૂખ ખાનને ડાયરેક્ટ કરશે અને શાહરૂખ ખાનના મોટા ફેન હોવાના નાતે પોતે તેની રાહ જોઇ રહ્યા છે જેથી હું તે ફંગ્શનમાં એસઆરકેને જોઇ શકીશ. હું કિંગ ખાનનો મોટો ફેન છું અને તમને તમારા બધા પ્રોજેક્ટ માટે શુભેચ્છાઓ!'


હરિશના આ નિવેદન પર ત્યાં સાથે ઉભેલા નિર્દેશક ઇટલી હસતાં અને તેની સાથે હાથ જોડીને અભિવાદન પણ કર્યું છે. ત્યારબાદ આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. કિંગ ખાને જીરોના ખરાબ પ્રદર્શન બાદ કોઇ ફિલ્મને હજુ સુધી સાઇન કરી નથી. એવામાં શાહરૂખ ખાનના ફેન્સ માટે આ કન્ફોર્મેશન કોઇ ટ્રીટથી ઓછું નથી.