નવી દિલ્હી: કોરોના વાયરસ ધીરે-ધીરે આખી દુનિયામાં પોતાનો પગ પેસારો કરી ચૂક્યો છે. એવામાં દરેક જણ તેનાથી બચવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તાજેતરમાં જ શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે લોકોને કોરોના વાયરસથી બચવાની રીત જણાવતો જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાન દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને શેર કરતાં શાહરૂખ ખાને જનતા કર્ફ્યૂ પર પોતાનું રિએક્શન પણ આપ્યું છે. 



આ વીડિયોમાં શાહરૂખ ખાને કોરોના વાયરસના લક્ષણો, તેના ઉપચાર વિશે જણાવ્યું છે. આ વીડિયોમાં શાહરૂખે પોતાની જ ફિલ્મ બાજીગર, રઇસ, મેં હૂ ના અને કલ હો ના હો જેવા ઘણા પાત્રોની ક્લિપ પણ શેર કરી છે. શાહરૂખ ખાને પોતાના વીડિયોમાં ફેન્સને અપીલ કરી કે, ''સુરક્ષિત રહો, સ્વસ્થ્ય રહો. હું તમારા માટે અને તમારા પરિવાર માટે દુઆ કરું છું અને તમે લોકો પણ કૃપિયા મારા અને મારા પરિવાર માટે દુઆ કરો. કૃપિયા આપણી સરકાર અને પોતાના સ્થાનિક અધિકારીઓ દ્વારા શેર કરવામાં આવેલી જાણકારી પર જ વિશ્વાસ કરો. ઇંશાઅલ્લા આપણે તેનાથી દૂર રહીશું.


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

#WarAgainstVirus @my_bmc


A post shared by Shah Rukh Khan (@iamsrk) on


આ વીડિયોને શેર કરતાં શાહરૂખે લખ્યું- ''ઇંશાઅલ્લાહ જનતા કર્ફ્યૂ વાયરસના પ્રસાર વિરૂદ્ધ મદદ કરશે. જોકે અમે આ વસ્તુ ફરીથી કરવી પડે શકે છે. તાળીઓ વડે પ્રોત્સાહન વધ્યું છે. જે આજે જે પોતાનું કામ કરી રહ્યા છે તેમના માટે અત્યંત આભારી છું. ધન્યવાદ.''


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube