મુંબઈઃ મુંબઈના નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ની ટીમે શનિવાર 2 ઓક્ટોબરે એક પાર્ટીમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ડ્રગ્સ જપ્ત થવાની વાત સામે આવી છે. હકીકતમાં મુંબઈમાં એક રેવ પાર્ટી ચાલી રહી હતી, જેમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. આ ઘટનાની તપાસ ચાલી રહી છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ના અધિકારી સમીર વાનખેડે પ્રમાણે 8 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું (Aryan Khan) નામ પણ તેમાં સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામે આવ્યો આર્યનનો વીડિયો
હવે આર્યનનો એનસીબી ઓફિસથી પ્રથમ વીડિયો સામે આવ્યો છે. આર્યને આ વીડિયોમાં રેડ અને બ્લેક ચેક શર્ટમાં જોવા મળી રહ્યો છે. આર્યનના ચહેરાનો ઉડી ગયો હોય તેમ લાગી રહ્યું છે. આ દરમિયાન તે પરેશાન થઈ ખુરશી પર બેઠો છે. આર્યન ખાનની એનસીબી અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે. એક તસવીરમાં તેના હાથમાં બેગ જોવા મળી રહી છે. આર્યન થાકેલો જોવા મળી રહ્યો છે.