Pathaan Film On OTT: શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાને બોક્સ ઓફિસ પર કમાણી ના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મની રાહ શાહરુખ ખાનના ચાહકો ઘણા સમયથી જોઈ રહ્યા હતા. ચાહકોની અપેક્ષા પર આ ફિલ્મ ખરી ઉતરી છે. બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા પછી ઓટીટી પર હવે પઠાન ધૂમ મચાવશે. ઓટીટી પ્લેટફોર્મ ઉપર પઠાણ ફિલ્મ 22 માર્ચ એ રિલીઝ થવાની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


સારા અલી ખાને ફિલ્મ ગૈસલાઇટમાં તોડ્યો અક્ષય કુમારનો રેકોર્ડ, 31 માર્ચે થશે રિલીઝ


Hera Pheri 3 માં અક્ષય કુમાર સાથે દેખાશે સંજય દત્ત, બાબાએ જણાવ્યું તેના પાત્ર વિશે..


3 કરોડનું ઘર અને અનેક લક્ઝુરિયસ કારનો માલિક છે હની સિંહ, જાણો કેટલો અમીર છે રૈપર હની


જે લોકો પઠાન ફિલ્મ ઓટીટી પર રિલીઝ થાય તેની રાહ જોઈ રહ્યા હતા તેમનો રાહ જોવાનો સમય હવે પૂરો થઈ ગયો. કારણ કે પઠાન ફિલ્મ 22 માર્ચે ઓટીટી વ્યુવર્સ માટે amazon prime વિડીયો પર રિલીઝ થવા જઈ રહી છે. પઠાન ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ ત્યાર પછી 56 દિવસે ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે.


જોકે ઓટીટી પર જે ફિલ્મ રિલીઝ થશે તેમાંથી કેટલાક સીન ડીલીટ કરવામાં આવ્યા છે. આ અંગેની જાણકારી ફિલ્મના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે આપી છે. તેના જણાવ્યા અનુસાર મુવી માંથી કેટલાક ડીલીટ કરવામાં આવ્યા છે. જેમાં પઠાનના ઓરીજીન એક્સપ્લેન સીન સહિત કેટલાક સીન ઓટીટી વ્યુવર્સને જોવા નહીં મળે.


શાહરુખ ખાનની આ ફિલ્મે પૈસા કમાવાની બાબતમાં છેલ્લા કેટલાક સમય દરમિયાન રિલીઝ થયેલી બધી જ ફિલ્મોને પાછળ છોડી દીધી છે. પઠાન ફિલ્મે ભારતમાં 540 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સિવાય ઓવરસીઝ માર્કેટમાં પણ પઠાન ફિલ્મે સારી એવી કમાણી કરી છે.