WOW !! શાહિદ કપૂરે મુંબઈમાં લીધું નવું ઘર, કિંમત છે જબરદસ્ત અધધધ
જલ્દી શાહિદ કપૂર બીજી વખત પિતા બનવાનો છે
મુંબઈ : બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર માટે 2018નું નવુ વર્ષ બહુ સારું સાબિત થયું છે. શાહિદ કપૂર ગણતરીના મહિનામાં બીજા બાળકનો પિતા બનવા જઇ રહ્યો છે. આ સાથે જ તેની કરિયરની ગાડી પુરપાટ દોડી રહી છે. શાહિદની છેલ્લી ફિલ્મ 'પદ્માવત' બોક્સઓફિસ પર સુપરહીટ સાબિત થઈ હતી અને હવે શાહિદ વિશે એક મોટી જાણકારી સામે આવી છે જે તેના ચાહકોના ચહેરા પર સ્માઇલ લાવી દેશે.
મળતી માહિતી પ્રમાણે શાહિદ કપૂરે વરલીમાં 55.60 કરોડ રૂપિયાની કિંમતમાં ડુપ્લેક્ષ ફ્લેટ ખરીદ્યો છે. આ માટે તેણે 2.91 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડયૂટી પણ ચૂકવી છે. વરલીના થ્રી સિકસ્ટી વેસ્ટ નામની બિલ્ડિંગમાં ટાવર-બીમાં શાહિદે 42 અને 43મા માળે આ ડુપ્લેક્ષ ફ્લેટ ખરીદ્યો છે. આ બન્ને માળનો વિસ્તાર 428 અને 300 ચોરસ મીટર છે. જેમાં 41 ચોરસ મીટરની બાલકની પણ છે. આમ કુલ ફ્લેટોનો કુલ એરિયા 801 ચોરસ મીટર થાય છે. ફ્લેટ સાથે શાહિદને ઇમારતમાં છ કાર પાર્કિંગ પણ મળ્યાં છે. ગત 27 જૂને સોદો થયા બાદ 12 જુલાઈએ આ ફ્લેટોનું રજિસ્ટ્રેશન થયું હતું. આ ફ્લેટ શાહિદ પંકજ કપૂર (37) અને તેની પત્ની મીરા શાહિદ કપૂર (24)ના નામે રજિસ્ટર થયો છે. ઓગસ્ટ, 2015માં અભિનેતા અક્ષયકુમારે આજ બિલ્ડિંગમાં 27.94 કરોડમાં ફ્લેટ લીધો હતો અને નવેમ્બર, 2014માં અભિષેક બચ્ચને પણ આ બિલ્ડિંગમાં 41.14 કરોડ રૂપિયામાં ફ્લેટ લીધો હતો. આ બિલ્ડિંગમાં દરેક ફ્લેટમાંથી દરિયો જોઈ શકાય છે.
હાલમાં શાહિદ તેની આગામી શ્રદ્ધા કપૂર અને યામી ગૌતમ સાથેની ‘બત્તી ગુલ મીટર ચાલુ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. એવામાં ખુશખબર આવી છે કે શાહિદે ઝી સ્ટુડિયો સાથે એક નહીં બે નહીં પણ ત્રણ ફિલ્મો એક સાથે સાઇન કરી છે. મળતી માહિતી પ્રમાણે પ્રોડક્શન કંપની થોડા સમય બાદ આ બાબતે સત્તાવાર ઘોષણા કરશે. શાહિદની ‘બત્તી ગુલ મીટર ચાલુ’ પહેલા 31મી ઓગસ્ટે રિલીઝ થવાની હતી, ત્યારબાદ 14મી સપ્ટેમ્બરનો દિવસ નક્કી કરવામાં આવ્યો. હવે નિર્માતા દ્વારા 21 સપ્ટેમ્બરની તારીખ ફિલ્મ રિલીઝ માટે ફાઇનલ કરવામાં આવી છે.