મુંબઈ: 1964ની સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ 'વો કોન થી'ના રિક્રિએશનની જાહેરાત સાથે જ ફિલ્મમાં લીડ અભિનેતા અને અભિનેત્રીને લઈને ચર્ચાઓ જોરશોરમાં થઈ રહી છે. અનેક અટકળો થઈ રહી છે. 1964માં આવેલી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મનોજકુમાર અને સાધના જોવા મળ્યા હતાં. આ ઉપરાંત ફિલ્મમાં હેલન પણ મહત્વની ભૂમિકામાં હતી. ફિલ્મનાં લીડ અભિનેતા અને અભિનેત્રી તરીકે કેટલાક નામો ચર્ચામાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિડ ડેના એક રિપોર્ટ મુજબ ફિલ્મમાં શાહિદ કપૂર લીડ અભિનેતાની ભૂમિકામાં જોવા મળી શકે છે. જ્યારે એશિયન એજના રિપોર્ટને માનીએ તો લીડ અભિનેત્રીના નામ પર એશ્વર્યા રાય બચ્ચનના નામ પર વિચારણા થઈ રહી છે. જો આ બંને સાથે જોવા મળશે તો લીડ ભૂમિકાઓમાં તેમની આ પહેલી ફિલ્મ હશે.


જો કે સ્ક્રિન પર આપણે આ જોડીને પહેલા પણ જોઈ હતી પરંતુ તમને કદાચ ભાગ્યે જ યાદ હશે. 'તાલ' ફિલ્મના એક ગીત કહીં આગ લગે લગ જાવેમાં શાહિદ કપૂર એશ્વર્યાના માથે સફેદ ઓઢણી ઓઢાડતો જોવા મળી રહ્યો છે... યાદ આવ્યું તમને? ત્યારબાદ બંને સાથે ક્યારેય જોવા મળ્યાં નથી. જો આ રિપોર્ટ્સ મુજબ થાય તો 19 વર્ષ બાદ સિલ્વર સ્ક્રિન પર આ જોડી જોવા મળશે. શાહિદ મનોજ કુમાર અને એશ્વર્યા સાધનાના ડબલ રોલમાં જોવા મળી શકે છે.



(તસવીર-સાભાર બોલિવૂડલાઈફ.કોમ)


એક સૂત્રએ એશિયન એજને એ વાતની પુષ્ટિ કરતા એમ પણ કહ્યું કે કેટલાક રિપોર્ટ્સ કહે છે કે યામી ગૌતમને વો કોન થી માટે એપ્રોચ કરવામાં આવી હતી પરંતુ તે બિલકુલ ખોટુ છે. યામીને આ ફિલ્મ માટે સાઈન કરાઈ નથી પરંતુ એશ્વર્યાના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.


અત્રે જણાવવાનું કે વચ્ચે એવા રિપોર્ટ્સ આવ્યાં હતાં કે વો કોન થીની રીમેકમાં સાધનાની ભૂમિકા માટે યામી ગૌતમના નામ પર વિચારણા થઈ રહી છે અને આ ફિલ્મમાં સાધનાની ભૂમિકા ભજવતી જોવા મળશે. મનોજકુમાર અને સાધના અભિનિત આ ફિલ્મ એક ક્લાસિકલ હોરર કમ સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ હતી. જેમાં ફિલ્મ દર્શકોને અંત સુધી જકડી રાખવામાં સફળ થઈ હતી.


શાહિદ કપૂર હાલ પ્રેરણા અરોરાની  ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુના શુટિંગમાં વ્યસ્ત છે અને આ ઉપરાંત પ્રેરણા અરોરાની ક્રિઝઅર્ઝ એન્ટરટેઈન્મેન્ટની જ એક વધુ ફિલ્મ પણ તેના હાથમાં છે. જ્યારે એશ્વર્યા રાય બચ્ચન પણ હાલ તેની ફિલ્મ 'ફન્ને ખાન'ના શુટિંગમાં વ્યસ્ત છે.