આ માર્કેટયાર્ડમાં પ્લાસ્ટિકની ગુણીમાં ડુંગળી ભરીને વેચવા ગયા તો આવશો ઘેર પાછા! મોટો નિર્ણય

ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો કે જે ડુંગળીના ઉત્પાદનમાં મહત્વનું સ્થાન ધરાવે છે, અને અહીંનું માર્કેટિંગ યાર્ડ કે જ્યાં હાલની સીઝનમાં રોજની 30000 હજાર કરતા વધુ ગુણી ડુંગળીની આવક થઈ રહી છે.

આ માર્કેટયાર્ડમાં પ્લાસ્ટિકની ગુણીમાં ડુંગળી ભરીને વેચવા ગયા તો આવશો ઘેર પાછા! મોટો નિર્ણય

નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગર જિલ્લાનું મહુવા માર્કેટિંગ યાર્ડ કે જે દેશમાં નાસિક બાદ બીજા નંબરનું ડુંગળીની સૌથી વધુ આવક ધરાવતું યાર્ડ છે. જેમાં આવતીકાલ 15 નવેમ્બરથી પ્લાસ્ટિક બારદાનમાં લાલ ડુંગળી લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્લાસ્ટિકનું બારદાન ખેડૂતોને 8 રૂપિયા પ્રતિ યુનિટ અને રેસાનું બારદાન 30 રૂપિયા પ્રતિ યુનિટ પડે છે, ત્યારે બારદાનની કિંમત સામે ડુંગળીમાં વળતર મળી રહે એવી ખેડૂતોએ આશા વ્યક્ત કરી હતી. 

ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો કે જે ડુંગળીના ઉત્પાદનમાં મહત્વનું સ્થાન ધરાવે છે, અને અહીંનું માર્કેટિંગ યાર્ડ કે જ્યાં હાલની સીઝનમાં રોજની 30000 હજાર કરતા વધુ ગુણી ડુંગળીની આવક થઈ રહી છે. અહીં યાર્ડમાંથી ડુંગળી પંજાબ, હરિયાણા, યુપી, બિહાર, તથા આસામ જેવા રાજ્યોમાં મોકલવામાં આવે છે. આ રાજ્યોમાં અત્યાર સુધીમાં અહીંથી જે ડુંગળી મોકલવામાં આવે છે તે પ્લાસ્ટિકની ગુણીમાં મોકલવામાં આવે છે. જ્યારે આ રાજ્યોમાં પ્લાસ્ટિકના બારદાનમાં ડુંગળી ભરીને મોકલવામાં આવે તો તે ત્યાં પહોંચે ત્યાં સુધીમાં ડુંગળી ખરાબ થવાના કારણે તેમજ તેની ગુણવત્તા નબળી પડવાના કારણે વેપારીઓ દ્વારા મોકલાવેલી ડુંગળી સ્વીકારતા નથી...

ઉપરાંત પ્લાસ્ટિકના બારદાનમાં અહીંથી ડુંગળી અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે તો 3 થી 5 દિવસ જેટલો સમય લાગતો હોય છે, જેમાં ડુંગળી પ્લાસ્ટિકની ગુણીમાં ગરમીના કારણે ખરાબ થઈ જતી હોય વેપારીઓ દ્વારા અનેકવાર આ બાબતે રજુઆત કરવામાં આવી હતી, જેના પગલે મહુવા યાર્ડ દ્વારા આવતીકાલ તારીખ 15 નવેમ્બર 2024 થી લાલ ડુંગળી ને પ્લાસ્ટિકના બારદાનમાં લાવવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે, સારી લાલ ડુંગળી કે જે અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે, તેને માત્ર કંતાનની ગુણીમાં જ વેચાણ માટે સ્વીકારવાનો નિર્ણય કરતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે યાર્ડના વેપારીઓ પણ કંતાન ની ગુણીમાં આવેલી ડુંગળીની જ ખરીદી કરશે. 

તેવું નિશ્ચિત કરવામાં આવ્યું છે, યાર્ડ વિભાગના આ નિર્ણયને કારણે ખેડૂતો કહી રહ્યા છે કે પ્લાસ્ટિકના બારદાન જે 8 રૂ.લેખે મળે છે જ્યારે કંતાનના બારદાન 32 થી 35 રૂ.લેખે મળતા હોય તે ખેડૂતોને મોંઘા પડે છે. જેથી કંતાનની ગુણીમાં ભલે ડુંગળી વેચાણ માટે લાવવી પડે પરંતુ સારા ડુંગળીના માલમાં જો 5 થી 10 રૂ.પ્રતિમણ જેવો વધારો આપવામાં આવે તો બધું સરભર થઈ જાય અને ખેડૂતોને વધુ નુકશાન પણ ન થાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news