નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત કપૂર પોતાની ક્લાસી લાઇફસ્ટાઇલ માટે જાણિતી છે. મીરા ભલે નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે પરંતુ શાહિદ કપૂર સાથે લગ્ન બાદ મીરા કપૂર સંપૂર્ણપણે શાહીદ કપૂરના રંગમાં રંગાઇ ગઇ છે. મીરા જેવી જ પોતાની તસવીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરે છે તો તેના ચાહનારા લાઇક અને કોમેન્ટ કરી જોરદાર વરસાદ કરી દે છે. કંઇક આવી જ સ્થિતિ મીરા કપૂરના એક લેટેસ્ટ પોસ્ટની જોવા મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીરા કપૂરની લેટેસ્ટ પોસ્ટ
મીરા કપૂરે પોતાની આ પોસ્ટ જે ફોટા શેર કરી છે તેને જોયા બાદ સ્પષ્ટ થાય છે કે દિયર ઇશાન ખટ્ટર સાથે ગુડ ટાઇમ સ્પેંડ કરી રહી હતી અને આ દરમિયાન બંનેએ એકબીજાની ખૂબ તસવીરો ક્લિક કરી છે. મીરાની આ પોસ્ટમાં તમે જોઇ શકો છો કે બંને આ દરમિયાન ખૂબ મસ્તી કરતાં જોવા મળે છે. 


ચાહનારાઓની સાથે જોડાયેલી રહે છે મીરા
મીરા હંમેશા જ કોઇને કોઇને કારણથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તે પોતાના ચાહનારાઓની સાથે જોડાયેલી રહેવા માટે ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની તસવીરો શેર કરી ફેન્સ સાથે રૂબરૂ થાય છે. તાજેતરમાં જ મીરાએ પોતાની નણદના લગ્નમાં ખૂબ મસ્તી કરી હતી અને આ દરમિયાન મીરા કપૂરના લુક્સની ખૂબ ચર્ચા થઇ હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube