નવી દિલ્હીઃ ઓમિક્રોન વેરિએન્ટના ખતરાને ધ્યાનમાં રાખી અનેક રાજ્યોએ સાવચેતીના પગલાં ભરવાના શરૂ કરી દીધા છે. મંગળવારે દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કરતા નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે, જેની અસર લોકો પર પડવાની છે. બદલાતી સ્થિતિનો પ્રભાવ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર પડવા લાગ્યો છે અને એકવાર ફરી ફિલ્મોની રિલીઝ ટાળવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુરની ફિલ્મ જરસીના નિર્માતાઓએ ફિલ્મની રિલીઝને અનિશ્ચિતકાળ સુધી ટાળી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિર્માતાઓ તરફથી જારી સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે- હાલની પરિસ્થિતિઓ અને નવી કોવિડ ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી અમે જરસીની થિએટ્રિકલ રિલીઝને ટાળવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી અમને તમારો ખુબ પ્રેમ મળ્યો છે અને તે માટે તમારો આભાર.  ત્યાં સુધી તમે બધા લોકો સુરક્ષિત અને સ્વસ્થ રહો. બધાને  નવા વર્ષની શુભકામનાઓ. મહત્વનું છે કે જરસી 31 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, અને આ વર્ષની છેલ્લી મોટી ફિલ્મ હતી. જરસી આ નામથી આવેલી તેલુગુ ફિલ્મની રીમેક છે. 


આ પણ વાંચોઃ મિયા ખલીફાએ શર્ટના બટન ખોલીને ફોટા ફરતા કર્યા! ગરમ થઈ ગયું બજાર, જુઓ તસવીરો


22 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં સિનેમાઘર ખોલવાની મંજૂરી મળ્યા બાદ જે ફિલ્મોની રિલીઝ ડેટ્સની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં જરસી પણ સામેલ હતી. શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર છેલ્લા ઘણા દિવસથી ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા અને ટીવી શો દ્વારા જરસીને પ્રમોટ કરવામાં આવી રહી છે. મૃણાલની સાથે શાહિદે ધ કપિલ શર્મા શોનું પણ શૂટિંગ કર્યુ છે. રિપોર્ટમાં આવ્યો હતો કે નિર્માતા ફિલ્મને સીધી ઓટીટી પર રિલીઝ કરી શકે છે, પરંતુ સૂત્રોએ આ વાતનો ઇનકાર કર્યો છે. 


યલો એલર્ટ બાદ દિલ્હીમાં સિનેમાઘર બંધ
હકીકતમાં રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનના વધતા કેસને ધ્યાનમાં રાખી દિલ્હી સરકારે મંગળવારે યલો એલર્ટ જાહેર કર્યુ છે, ત્યારબાદ રાજ્યમાં સિનેમાઘર અને મલ્ટીપ્લેક્સ તત્કાલ પ્રભાવથી બંધ કરી દેવામાં આવશે. જો સ્થિતિમાં સુધારો ન થયો તો આગામી દિવસોમાં વધુ કડક નિયમ અમલમાં આવી શકે છે. દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત નવ રાજ્યોમાં રાત્રી કર્ફ્યૂ લાગૂ કરી દેવામાં આવ્યું છે. સિનેમાઘર ચાલી રહ્યાં છે તો પણ 50 ટકાની ક્ષમતા સાથે. તેવામાં હાલ કોઈ ફિલ્મ રિલીઝ કરવી નિર્માતાઓ માટે જોખમભરી સાબિત થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube