નવી દિલ્લીઃ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. ભારતમાં જ નહીં વિદેશમાં પણ તેના ચાહકો છે. શાહરૂખ ખાનની એક ઝલક મેળવવા ચાહકો કોઈપણ હદ સુધી જાય છે. ઘણી વખત ફેન્સ શાહરૂખ ખાનને તેની હરકતોથી ચોંકાવી ચૂક્યા છે. એકવાર એવું બન્યું કે શાહરૂખ ખાનનો એક જબરો ફેન મન્નતમાં તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને જ્યારે તેણે તેનું કારણ જણાવ્યું તો શાહરૂખ પોતે પણ દંગ રહી ગયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાહક ગુપ્ત રીતે મન્નતમાં પ્રવેશી ગયો હતો-
ઈ-ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ, તેનો એક પ્રશંસક શાહરૂખ ખાનના ઘર મન્નતમાં ગુપ્ત રીતે ઘૂસી ગયો હતો. આ વાતનો ખુલાસો ખુદ શાહરૂખે કર્યો છે. તેણે જણાવ્યું કે તેનો ફેન તેના ઘરમાં ઘુસી ગયો અને તેના કપડાં ઉતારીને સ્વિમિંગ પુલમાં નહાવા લાગ્યો. જોકે સિક્યુરિટી ગાર્ડે તેને તરત જ પકડી લીધો હતો.


કારણ સાંભળીને બધા ચોંકી ગયા-
જ્યારે સિક્યુરિટી ગાર્ડે પ્રશંસકને પૂછ્યું કે તે ઘરમાં કેમ ઘૂસ્યો તો તેણે કહ્યું કે તે ફક્ત તે પૂલમાં નહાવા માંગે છે જેમાં શાહરૂખ ખાન સ્નાન કરે છે. તેણે એ પણ જણાવ્યું કે તે શાહરૂખ ખાનને મળવા કે તેનો ઓટોગ્રાફ લેવા નથી આવ્યો, તે માત્ર પૂલમાં નહાવા માંગતો હતો.


છેલ્લી ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી-
શાહરૂખ ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઝીરો'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા સાથે કામ કર્યું હતું. જોકે, નિર્દેશક આનંદ એલ રાય થકી નિર્દેશિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી.


શાહરૂખ આ ફિલ્મને લઈને ચર્ચામાં છે-
નોંધનીય છે કે તાજેતરમાં શાહરૂખ ખાન તેની નવી ફિલ્મ 'પઠાણ'ને લીધે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું છે. આ સિવાય શાહરૂખ ખાન પણ એટલીની ફિલ્મનો એક ભાગ છે પરંતુ તેની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.