નવી દિલ્હી: લાંબી બિમારી બાદ દિલ્હીની એમ્સમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ગુરુવારે સાંજે 5.05 વાગે છેલ્લા શ્વાસ લીધા. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. રાજનેતાથી લઈને બોલિવૂડ દરેક જણ તેમની સાદગી અને વિચારધારાના કાયલ હતાં. બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાને પણ તેમના નિધન પર ટ્વિટ પર એક શોકસંદેશ શેર કરીને લખ્યું છે કે દેશે એક કવિ વડાપ્રધાન ગુમાવ્યાં. આઈ લવ યુ બાપજી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહરૂખ ખાને ટ્વિટ  કરીને લખ્યું કે મારા પિતાજી મને દિલ્હીમાં થનારા અટલજીના ભાષણો સંભળાવવા માટે લઈ જતા હતાં. વર્ષો બાદ મને તેમને મળવાની તક મળી. મેં તેમની સાથે કવિતા, ફિલ્મ, રાજકારણ અને તેમના ઘૂંટણના દુ:ખાવા અંગે લાંબી વાતચીત કરી. મને તેમની કવિતા પડદા પર દેખાડવાની તક મળી. તેમને ઘરમાં બાપજી કહીને બોલાવવામાં આવતા હતાં. તેમનું જવું એ એક પિતા તુલ્ય સંબંધનું અને એક મહાન નેતાના જવા જેવું છે. મેં મારા બાળપણનો એક ભાગ ગુમાવ્યો. હું તમારા હસતાં ચહેરાને મિસ કરીશ બાપજી. 



શાહરૂખ ખાન ઉપરાંત બોલિવૂડના અનેક સિતારાઓએ પણ અટલજીના નિધનને દેશની મોટી ખોટ ગણાવી. આ અવસરે બોલિવૂડના અનેક સિતારા અટલ બિહારી વાજપેયીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે હું અટલ બિહારી વાજપેયી જેવા મહાન નેતાના નિધનથી ખુબ દુ:ખી છું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે.