નવી દિલ્હી : ઘણીવાર કોઈ વ્યક્તિ મજાકમાં એવી વાત કરી દે છે જે એના અસંવેદનશીલ હોવાનો પુરાવો બની જાય છે. આવું જ કંઈક કર્યું શક્તિ કપૂરે. બોલિવૂડમાં હાલમાં તનુશ્રી દત્તાએ સિનિયર એક્ટર નાના પાટેકર વિરૂદ્ધ ગંભીર આરોપ લગાવ્યા પછી આખી ઇન્ડસ્ટ્રીમાં તણાવ ફેલાઈ ગયો છે અને ઇન્ડસ્ટ્રી બે હિસ્સાઓમાં વહેંચાઈ ગઈ છે. આ સંજોગોમાં શક્તિ કપૂરે આ મામલે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. 


શક્તિ કપૂર અનેક વર્ષોથી બોલિવૂડમાં સક્રિય છે અને તેની દીકરી શ્રદ્ધા કપૂર પણ સારી પોઝિશન છે. આ સંજોગોમાં શક્તિએ એક પિતા તરીકે સેક્સ્યુઅલ હરેસમેન્ટના મામલાની જે રીતે મજાક ઉડાવી છે એ નિંદનીય છે. હાલમાં શક્તિ કપૂરને મીડિયાએ જ્યારે તનુશ્રી દત્તાના વિવાદ અંગે સવાલ કર્યો ત્યારે શક્તિ કપૂરે હું તો 10 વર્ષ પહેલાં નાનું બાળક હતો કહીને આખો સવાલ જ ઉડાવી દીધો હતો. આ જવાબ આપ્યા પછી તે જોરજોરથી હસ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યો છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...