મુંબઈ : કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો દીકરો તૈમૂર અલી ખાન સોશિયલ મીડિયામાં છવાયેલો રહે છે. કેટલાય સેલેબ્સ માની ચૂક્યા છે કે તૈમૂર તેમની કરતા પણ વધારે હિટ છે. હવે કોલકાતા ખાતે એક કાર્યક્રમમાં  હાજરીઆપવા આવેલા તૈમુરના દાદી શર્મિલા ટાગોરે પણ કહ્યું કે તૈમૂર મારા કરતા પણ વધારે ફેમસ છે. એક ઈન્ટરવ્યૂમાં શર્મિલા ટાગોરે આ વાત કહી હતી. પશ્ચિમ બંગાળ સરકાર અને કોલકાતા પોલીસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેઓ ભાગ લેવા માટે આવ્યા હતા અને તેમણે સડક સુરક્ષા જાગૃતિ વધારવાના મામલે વાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તૈમૂર અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો શર્મિલાએ મીડિયા પર કટાક્ષ કરતા કહ્યું કે મીડિયાને કારણે તૈમૂર સ્ટાર બની ગયો છે. પોતાના નટખટ અને રમતિયાળ સ્વભાવને કારણે તૈમૂર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને તે બહુ જલદી પ્રી સ્કૂલ શરૂ કરવાનો છે. હાલમાં જ તેના ક્લાસમેટ્સ સાથેના ફોટોગ્રાફ સામે આવ્યા હતા.


સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો દીકરો તૈમુર આમ તો દોઢ વર્ષનો છે પણ એના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. મીડિયાના કેમેરા  હંમેશા તેના ક્યુટ ચહેરાને ક્લિક કરવા માટે તૈયાર હોય છે. તૈમુર જ્યાં પણ જાય છે ત્યાં સુધી મીડિયાના કેમેરા તેની પાછળ ફરતા રહે છે. સોશિયલ મીડિયા પર તો તૈમુરના અનેક ફેન પેજ પણ બની ગયા છે. તૈમુરના લાખો ચાહકોમાં તેના મામા રણબીર કપૂરનું નામ પણ શામેલ છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...