નવી દિલ્હીઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં અત્યાર સુધી જે પણ વાતો સામે આવી છે તે ચોંકાવનારી છે. આ કેસમાં ડ્રગ્સ એંગલના ખુલાસા બાદ ઘણા સ્ટાર્સે ઈન્ડસ્ટ્રીની પાર્ટીમાં ડ્રગ્સ પાર્ટીનો ખુલાસો કર્યો છે. તેમણે તે પણ દાવો કર્યો કે આ પાર્ટીમાં ઘણા જાણીતા સ્ટાર્સ ડ્રગ્સનું સેવન કરે છે. આ વચ્ચે અભિનેત્રી શર્લિન ચોપડાએ પણ આ પાર્ટીઓ પર મોટો ખુલાસો કર્યો છે. તેણે દાવો કર્યો કે, પાર્ટીમાં ખુબ ખાસ અંદાજમાં ડ્રગ ઓફર કરવામાં આવે છે. આ વાતને લઈને શર્લિન ચોપડાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિનેત્રી શર્લિન ચોપડાએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે યોગ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરતા શર્લિને લખ્યુ, 'હું ચેન સ્મોકર હતી, પરંતુ ઓક્ટોબર 2017મા મેં સ્મોકિંગ છોડી દીધું. ડ્રગ્સથી હું હંમેશા દૂર રહી છું. ઇન્ડસ્ટ્રી વાળા પાર્ટીમાં બોલાવીને ટ્રે પર ડ્રગ્સ ઓફર કરે છે, પરંતુ લેવાનું નહીં.'


રિયાએ કર્યો ખુલાસો! થાઇલેન્ડ ટ્રિપ પર સારા પણ ગઇ હતી, જ્યાં સુશાંતે...


તમને જણાવી દઈએ કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેની ગર્લફ્રેન્ડ અને મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની ડ્રગ્સ મામલામાં ધરપકડ કરી છે. તો રિયા પહેલા તેના ભાઈ શોવિકની પણ ધરપકડ કરવામાં આવી હતી. સુશાંત સિંહ 14 જૂન 2020ના પોતાના ફ્લેટમાં મૃત અવસ્થામાં મળ્યો હતો. તો મુંબઈ પોલીસ પ્રમાણે તે ઘણા સમયથી ડિપ્રેશનનો શિકાર હતો અને તેની સારવાર ચાલી રહી હતી. તો હવે ત્રણ મુખ્ય તપાસ એજન્સીઓ ઈડી, એનસીબી અને સીબીઆઈ આ કેસને જોઈ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર