નવી દિલ્હી : બોલિવુડની ફિટનેસ આઇકોન શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) સિલ્વર સ્ક્રિનથી દુર હોવા છતા પણ સતત સમાચારોમાં છવાયેલી રહે છે. 44 વર્ષીય અભિનેત્રી પોતાની ફિટનેસનાં કારણે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર રહે છે. જો કે તેણે પોતાની ફિટનેસનું રહસ્ય લોકો સાથે શેર કરતો એક વીડિયો બનાવ્યો છે જે હાલ ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. શિલ્પા શેટ્ટીએ પોતાની સુંદરતા અને ફિટ બોડીનું રહસ્ય એક ખાસ યોગાસનને ગણાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારના OBC ની 17 જાતીઓનો SC માં સમાવેશના નિર્ણય પર હાઇકોર્ટે સ્ટે મુક્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટીનો યોગ પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. હાલમાં જ શિલ્પા શેટ્ટીએ વૃશ્ચિકાસન કરીને ફિટનેસનો એક નવો ગોલ આપ્યો છે. શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર સોમવારે સવારે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે વૃશ્ચિકાશન કરતી જોવા મળે છે. જુઓ શિલ્પા શેટ્ટીનો આ વૃશ્ચિકાસનનો નવો વીડિયો...


શરદ પવારની જાહેરાત મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને NCP 125-125 સીટો પર ચૂંટણી લડશે
ઉદ્ધવ ઠાકરેનો હુંકાર, રામ મંદિર નિર્માણનો સમય નજીક, પહેલી ઇંટ મુકવા તૈયાર રહે શિવસૈનિક
વીડિયો કેપ્શનમાં શિલ્પા શેટ્ટીએ લખ્યું કે, 42ની અવસ્થાએ નવી યોગ મુદ્રા શીખી રહી છું. થોડુ મોડુ જરૂર થયું છે પરંતુ ક્યારેય ન કરતા મોડુ કરવું વધારે યોગ્ય રહેશે. હું હંમેશાથી જ વૃશ્ચિકાશન કરવા માંગતી હતી. મારુ માનવું છે કે કંઇ પણ નવુ શીખવા માટે ક્યારે પણ મોડુ નથી હોતું. અવસ્થાને કારણે ભલે ત્વચા પર કરચલીઓ પડી જાય (તેનો મને કોઇ વાંધો નથી.) પરંતુ હાર માની લેવાથી મારા આત્મા પર કરચલી પડી જશે. અને આત્મા પર કરચલીઓ સાથે હું ક્યારે પણ નહી જીવી શકું. 


ઓવૈસીનો કેન્દ્રને વેધક સવાલ, 'ફારુક અબ્દુલ્લાથી સરકાર આટલી કેમ ડરે છે?'
બીજી કરફ કામની વાત કરીએ તો 44 વર્ષીય આ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) શબ્બીર ખાન નિર્દેશીત રોમેન્ટીક કોમેડી એક્શન ફિલ્મ નિકમ્મા દ્વારા બોલિવુડમાં કમબેક કરવા જઇ રહી છે. તે આશરે 13 વર્ષ જેટલા સમય બાદ મોટા પડદે પરત ફરવાની છે.